Dang : સાપુતારા- માલેગાંવ ઘાટ પર ભેખડ ધસી, વાહનોની લાગી લાંબી કતારો, જુઓ Video
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગમાં પણ મુશળધાર વરસાદ વરસવાથી સાપુતારામાં ફરી એક વાર માર્ગ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. ત્યારે સાપુતારા- માલેગાંવ ઘાટ પર ભેખડ ધસી પડી છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગમાં પણ મુશળધાર વરસાદ વરસવાથી સાપુતારામાં ફરી એક વાર માર્ગ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. ત્યારે સાપુતારા- માલેગાંવ ઘાટ પર ભેખડ ધસી પડી છે. મસમોટા પથ્થરો પડતા વાહનવ્યવહાર અવરોધાયો હતો. જેના કારણે સાપુતારા અવરજવર કરતા વાહનોની લાઈનો લાગી છે. તંત્ર દ્વારા માર્ગ પરથી પથ્થરો અને માટી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
વરસાદી માહોલ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયો
તો બીજી તરફ સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયો હતો. સાપુતારા જતા ઘાટ માર્ગ પર ધુમ્મસના કારણે હિલ સ્ટેશનની સુંદરતા સામે આવી છે. પ્રવાસીઓએ પણ ગાઢ ધુમ્મસ અને આહલાદક વાતાવરણની મજા માણી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
