સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠા સ્વરૂપે આવેલા વરસાદે વેર્યો વિનાશ, ખેતરમાં ઉભો પાક થઈ ગયો સાફ- વીડિયો

સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠા સ્વરૂપે આવેલા વરસાદે વેર્યો વિનાશ, ખેતરમાં ઉભો પાક થઈ ગયો સાફ- વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 11:26 PM

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાએ ભારે નુકસાની સર્જી છે. તરઘડી. ડુંગરકા, બાધી અને નારણકા સહિતના ગામોના ખેડૂતોની મેહનત પર વરસાદે પાણી ફેરવી દીધુ છે. કપાસ, એરંડા, તુવેર અને મકાઈના પાકને વ્યાપક નુકસાન થયુ છે. ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો પાક એકઝાટકે નષ્ટ થઈ ગયો છે. રાજકોટ સહિત

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠા સ્વરૂપે આવેલા વરસાદે વિનાશ વેર્યો છે. રાજકોટ સહિત ગીર સોમનાથ, તાલાલા અને જુનાગઢના વંથલીમાં બે-બે ઈંચ, કેશોદ, વેરાવળમાં દોઢ ઈંચ અને અમરેલીના લીલીયા, લાઠી, મોરબીના વાંકાનેર, રાજકોટના ધોરાજી અને જેતપુર સહિતના તાલુકામાં એક એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

માવઠાને કારણે સૌરાષ્ટ્રમાં જીરુ, ઘઉં ઉપરાંત કપાસ જેવા પાકને નુકસાન થયુ છે. માવઠાને કારણે ખેતરમાં ઉભો પાક સાફ થઈ ગયો છે. હવે ધરતીપુત્રોની નજર સરકાર પર મંડાઈ છે. જો સરકાર સહાય કરશે તો માવઠાના મારથી ખેડૂતો બહાર આવી શકે તેમ છે.

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાના મેદાનમાં મિનિ વાવાઝોડાને કારણે અનેક સ્ટોલ ખેદાનમેદાન થઈ ગયા. તોફાની પવન ફુંકાવાને કારણે સૌરાષ્ટ્રમાં લગ્ન સમારંભોથી માંડીને કથા સહિતના ધાર્મિક આયોજનોના મંડપ ઉડી ગયા હતા.

આ તરફ રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી મેદાનને પણ વ્યાપક નુકસાન થયુ છે. જે સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચો રમાય છે ત્યાં પેવેલિયનની મીડિયા ગેલેરીના કાચ તૂટી ગયા. ઈસ્ટ એન્ડ પર છાપરા ઉડી ગયા તેમજ વેસ્ટ અને સાઉથ ગેઈટની બાજુ નુકસાન થતા એકંદરે દોઢેક કરોડનું નુકસાન થયુ છે.

રાજકોટના ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માગ

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ફરી ખેડૂતોને રડાવ્યા છે. રાજકોટના તરઘડી, પડધરી, ડુંગરકા, બાધી અને નારણકા સહિતના ગામોના ખેડૂતોની મહેનત પર વરસાદે પાણી ફેરવ્યું છે. વરસાદને કારણે એરંડા, કપાસ, તુવેર અને મકાઇના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ મહામહાનતે તૈયાર કરેલો પાક એકઝાટકે નષ્ટ થઇ જતાં તેમને ફરી મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.

રાજકોટના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે હવે ખેડૂતોએ તાત્કાલિક સર્વે હાથ ધરી સહાય આપવાની માંગ કરી છે..ખેડૂતોનું કહેવું છે કે રવિવારે ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક જેવા કે કપાસ, એરંડાને ભારે નુકસાન થયુ છે. રવી પાકમાં ખાસ કરીને ચણા, ધાણા, જીરું, ડુંગળી, ઘઉં સહિતના પાકોમાં પણ ભારે નુકસાનની ભીતિ છે.

જુનાગઢના ખેડૂતોને માવઠાએ રડાવ્યા

જૂનાગઢમાં પણ માવઠાની અસરથી ખેડૂતોને નુકસાન થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ કહ્યું છે કે ખેડૂતોને પાકમાં નુકસાન થયાની ફરિયાદ આવી છે. જલ્દી જ સર્વેની કામગીરી શરૂ થશે. તે બાદ ખેડૂતોને વળતર મળશે.

સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે મુસિબત ઉભી થઇ છે. કમોસમી વરસાદને કારણે રાજકોટ સહિત અનેક જિલ્લામાં પાકને મોટાપાયે નુકસાન થયું છે. કુદરતના માર સામે જગતનો તાત લાચાર બન્યો છે. ત્યારે ખેડૂત આગેવાન દિલીપ સખિયાએ સરકાર ખેડૂતોને સહાય આપે તેવી માગ કરી છે. સાથે જ બદલાતા વાતાવરણને કારણે સરકારે કિસાન સહાય યોજનામાં ફેરફાર કરવો જોઇએ તેવી પણ માગ કરી છે.

આ પણ વાંચો: માવઠાએ વેર્યો વિનાશ, રાજ્યભરમાં જીરુ, ઘઉં, તુવેર, એરંડાનો પાક ધોવાયો, દક્ષિણ ગુજરાતમાં 40 કરોડથી વધુના નુકસાનનો અંદાજ

ભાવનગરમાં જીરુ, કપાસ, ચણાના પાકને વ્યાપક નુકસાન

ભાવનગર જિલ્લાના ખેડૂતો પર કુદરત રુઠયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કમોસમી માવઠાના કારણે ખેડૂતોનો શિયાળો પાક સંપૂર્ણપણે બગડ્યો છે જેનો ફટકો ખેડૂતો પર ખુબ મોટો પડ્યો છે. જિલ્લામાં મુખ્ય વાવેતર ઘઉં. ચણા. કપાસ. ઝીરું અને સૂકા ઘાસચારામા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">