AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેઘરાજાએ ભાંગી નાખી ઘેડની કેડ, ભારે વરસાદ બાદ ચોમેરથી બેટમાં ફેરવાયા અનેક વિસ્તારો- Video

મેઘરાજાએ ભાંગી નાખી ઘેડની કેડ, ભારે વરસાદ બાદ ચોમેરથી બેટમાં ફેરવાયા અનેક વિસ્તારો- Video

| Updated on: Jul 04, 2024 | 7:23 PM
Share

જુનાગઢમાં વરસેલા સાર્વત્રિક વરસાદને પગલે ઘેડ પંથક તરબોળ થયો છે. ઉંધી રકાબી જેવો આકાર ધરાવતા આ પંથકમાં છેલ્લા 4 દિવસથી પાણીમાં ગરકાવ થયો છે. ઘેડ પંથકના 20 થી વધુ ગામોમાં પાણી ભરાયા છે અને ખેતરોના ખેતરો ડૂબી ગયા છે

હાલ વરસાદે તો વિરામ લઇ લીધો, પરંતુ મુશ્કેલી ક્યારે વિરામ લેશે તે સવાલ ઘેડ પંથકના લોકોને સતાવી રહ્યો છે. જુઓ અહીં વીડિયોમાં દેખાતી આ 5 તસવીર. ભારે વરસાદ બાદ સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે,જ્યાં જુઓ ત્યાં પાણી પાણીની સ્થિતિ સર્જાઇ છે. એક દિવસ અગાઉ પડેલા ધોધમાર વરસાદે ઘેડને ચોમેરથી ઘેરી લીધુ હતું. ભારે વરસાદને પગલે ઓઝત નદીનો પાળો તૂટતા આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. આ તરફ પોરબંદરનું માધવપુર પાણીમાં ગરકાવ થયું છે. કલાકોથી વરસાદે વિરામ ભલે લીધો હોય, પરંતુ મુશ્કેલીની હવે શરૂઆત થઇ છે. વરસાદી વિરામ બાદ પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે, તો અનેક ગામોના લોકોની ઘરવખરી નાશ થઇ છે. હવે ઘેડ ક્યારે બેઠું થશે તે એક સવાલ છે.

 20 થી વધુ ગામો સંપર્કવિહોણા

જુનાગઢ પંથકમાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયો છે. ઘેડના 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને તમામ ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરોના ખેતરો પાણીમાં તરબોળ થયા છે. ત્યારે આ પૂરની સમસ્યામાંથી ઘેડને ક્યારે મુક્તિ મળશે તે મોટો સવાલ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 04, 2024 07:23 PM
g clip-path="url(#clip0_868_265)">