આજનું હવામાન : રાજ્યમાં હાલ અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, 24 કલાકમાં આ વિસ્તારોમાં થશે વરસાદ
રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત છે અને આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટા જ પડશે. હવામાન વિભાગે હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓને નકારી છે અને સામાન્ય વરસાદની આગાહી કરી છે.
દેશભરમાં વરસાદી આફત ઓછી નથી થઈ રહી. જોકે ગુજરાતમાં એવું તોફાન નથી આવ્યું એ ગનીમત છે, પરંતુ આવનારા સમયમાં આપણે ત્યાં છુટો છવાયો વરસાદ થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 72 કલાક કરતા વધુ સમય થઇ ગયો. છુટો છવાયો વરસાદ અલગ અલગ જગ્યાએ પડ્યો છે, જો કે ધોધમાર વરસાદ ક્યાં પણ પડ્યો નથી. જુલાઇ મહિનામાં મુશળધાર મહેર જોવા મળી, પરંતુ ઓગસ્ટમાં હજુ સુધી જોઇએ તેવી મેઘમહેર થઇ નથી. જાણો આજે વરસાદની શું આગાહી છે.
24 કલાક ક્યાં વરસાદ પડશે ?
રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત છે અને આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટા જ પડશે. હવામાન વિભાગે હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓને નકારી છે અને સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ અપરએર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ સેવવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
9 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહીં
ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે આગામી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની શકયતાઓ નથી.રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
6 થી 8 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારોમાં વરસાદ થશે
આગામી 6 થી 8 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
જ્યારે કચ્છ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ જિલ્લાના અમુક સ્થળો અને 9 ઓગસ્ટના રોજ ગુજરાતભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો

