તરભ વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ત્રીજો દિવસ, અતિ રુદ્ર યજ્ઞમાં 51 લાખ આહૂતી અપાશે
મહેસાણા જિલ્લાના તરભના વાળીનાથ મહાદેવ મંદિરનો સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લેવા માટે તરભ ઉમટી રહ્યા છે. ત્રીજા દિવસે અતિ રુદ્ર યજ્ઞની શરુઆત કરાઈ છે. જેમાં 15 હજાર યજમાનો લાભ લઈ રહ્યા છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ તરભમાં વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવનો રવિવારે ત્રીજો દિવસ છે. જ્યાં ત્રીજા દિવસે અતિ રુદ્ર યજ્ઞની શરુઆત કરવામાં આવી છે. જેમાં 15000 યજમાનો લાભ લેશે. ય5માં 51 લાખ આહૂતી આપવામાં આવશે.
આ પણ વાંચો: પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણમાં હત્યાનો મામલો, પોલીસે વધુ 9 આરોપીઓ ઝડપ્યા
તરભ ખાતેના મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જ્યાં શ્રદ્ધાળુઓને માટે પ્રસાદ સહિતના આયોજન કરવામાં આવ્યા છે. શનિવારે એટલે કે મહોત્સવના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યારે સાંજે દેશભરમાંથી ઉપસ્થિત સંત મંહતોની ધર્મ સભા આયોજીત કરાઈ હતી. જેમાં મંદિરના મહંત જયરામગીરી બાપુએ સનાતન ધર્મનવા રક્ષણ માટેની વાત કરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
