ગાંધીનગર : બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો, કુલ 2.64 લાખની ચોરી થઇ,જુઓ વીડિયો
ગાંધીનગરના સેક્ટર-2માં આવેલા એક બંધ ઘરમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો ઘરમાં ઘૂસ્યા અને લોખંડની તિજોરી તોડીને સોનાની માળા, બુટ્ટી અને રોકડ સહિત કુલ 2.64 લાખની ચોરી કરી ગયા.
દિવાળી દરમિયાન ચોરીના બનાવો રોકવા માટે ગાંધીનગર પોલીસે જે પ્રયાસ કર્યા તે નિષ્ફળ થયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગાંધીનગરના સેક્ટર-2માં આવેલા એક બંધ ઘરમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો ઘરમાં ઘૂસ્યા અને લોખંડની તિજોરી તોડીને સોનાની માળા, બુટ્ટી અને રોકડ સહિત કુલ 2.64 લાખની ચોરી કરી ગયા.
આ પણ વાંચો-અમદાવાદના આકાશમાં ભારતીય વાયુ સેનાના કરતબો, સૂર્ય કિરણની ગર્જના સંભળાઇ, જુઓ વીડિયો
ગાંધીનગરમાં સેક્ટર 2માં રહેતા ઘરના લોકો દ્વારકા ખાતે ફરવા ગયા હતા. દિવાળી દરમિયાન ઘર બંધ હતું. તે દરમિયાન જ તસ્કરોએ આ બંધ ઘરને નિશાન બનાવ્યું. જો કે વિચારવાની વાત છે કે શહેરમાં ચોરી ન થાય તે માટે બંદોબસ્ત રાખ્યો હતો અને એલાર્મની પણ વ્યવસ્થા કરી હતી. છતાં તસ્કરો ચોરી કરીને પોલીસની કામગીરી સામે પડકાર ફેંકી ગયા.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





