વિસનગરમાં તસ્કરોથી સ્થાનિકોમાં ફફડાટ,રુ 4.53 લાખની મત્તાની ચોરી, જુઓ CCTV વીડિયો
શિયાળાની ઠંડીનો ચમકારો વધવા સાથે જ હવે ચોરીઓનુ પ્રમાણ વધવા લાગ્યુ છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોરીના વધતા બનાવો સાથે જ હવે તસ્કરો બેફામ બન્યા છે. મહેસાણા જિલ્લાના વિસનગર વિસ્તારમાં પણ તસ્કરીનુ પ્રમાણ વધવા લાગતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ થવા લાગ્યા છે. વિસનગર વિસ્તારમાં થયેલી વધુ એક ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે.
વિસનગર વિસ્તારમાં આવેલ કટોસણ વિસ્તારમાં આવેલ એક ઈન્ડસ્ટ્રીઝમાં ચોરીની ઘટના સામે આવી છે. બેફામ બન્યા હોય એમ વિસનગર વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. તસ્કરો બેફામ થવાની ઘટનામાં કિસ્સાઓની સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે. વિસનગરમાં રહેણાંક વિસ્તારમાં પણ તસ્કરો ઘૂસી આવ્યા હતા.
આ પણ વાંચોઃ પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો
રહેણાંક અને ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં પોલીસનુ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી જરુરીયાત વર્તાઈ રહી છે. મહેસાણા જિલ્લાની આ ઘટનામાં સાડા ચાર લાખ રુપિયાની મત્તાની ચોરી થઈ હોવાનુ સામે આવ્યુ છે. ઘટનાને લઈ તસ્કરોથી હવે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. પોલીસે ચોરીની ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!

કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ

ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે
Latest Videos