મહીસાગર : લુણાવાડાની માધવ રેસીડેન્સીમાં ચોરી, પંચધાતુની પ્રતિમા ચોરાઈ
માધવ રેસીડેન્સીમાં જૈન સમાજના એક પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે માટે મહાવીર સ્વામી, નમી નાથજીની પ્રતિમા તેમજ અષ્ટ મંગલ સિદ્ધયંત્ર સહિત દાનપેટી પણ મૂકાઇ હતી, પરંતુ અજાણ્યા શખ્સો ખૂબ ચાલાકીથી ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
મહીસાગરના લુણાવાડામાં આવેલી માધવ રેસીડેન્સીમાં ચોરીની ઘટના બની છે. તસ્કરો જૈન સમાજની પંચધાતુની પ્રતિમા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. મહાવીર સ્વામી, નમી નાથજી, અષ્ટ મંગલ સિદ્ધયંત્ર સહિત દાનપેટી પણ ઉઠાવી ગયા હતા. કુલ 79 હજારની મત્તા ચોરી તસ્કરો ફરાર થયા હતા.
આ પણ વાંચો મહીસાગર: લુણાવાડામાં આખલાનો આતંક યથાવત, નગરપાલિકા પાસે આખલા યુદ્ધથી સ્થાનિકોમાં ભય
માધવ રેસીડેન્સીમાં જૈન સમાજના એક પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે માટે મહાવીર સ્વામી, નમી નાથજીની પ્રતિમા તેમજ અષ્ટ મંગલ સિદ્ધયંત્ર સહિત દાનપેટી પણ મૂકાઇ હતી, પરંતુ અજાણ્યા શખ્સો ખૂબ ચાલાકીથી ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. જેથી જૈન સમાજમાં રોષનો માહોલ છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
