મોડાસામાં તસ્કરોએ 7 દુકાનો નિશાન બનાવી, 4 આંગડીયા પેઢી અને 1 જ્વેલર્સમાં ચોરી

મોડાસામાં તસ્કરોએ 7 દુકાનો નિશાન બનાવી, 4 આંગડીયા પેઢી અને 1 જ્વેલર્સમાં ચોરી

| Updated on: Nov 26, 2023 | 11:09 AM

મોડાસા શહેરમાં તસ્કરો એક સાગમટે જ 7 જેટલી દુકાનોના તાળા અને શટર તોડ્યાનો બનાવ નોંધાયો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં તસ્કરોએ સ્થાનિકોને પરેશાન કરી મુક્યા બાદ એક સાથે મોટી સંખ્યામાં દુકાનોને નિશાન બનાવવાની ઘટના મોડાસાથી સામે આવી છે. આંગડીયાની પેઢી, જ્વેલર્સ સહિત 7 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવીને ચોરી આચરી છે.

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં તસ્કરો સ્થાનિક લોકોને પરેશાન કરી મુક્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલા એક વિશાળ શોપિંગ સેન્ટરમાં તસ્કરોએ રાત્રી દરમિયાન ત્રાટકીને 7 દુકાનોને નિશાન બનાવી હતી. તસ્કરોએ 4 આંગડીયા પેઢી સહિત 7 દુકાનોમાં ચોરી આચરી છે.

આ પણ વાંચોઃ ACBનો સપાટો, ત્રણ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતનો નોંધ્યો ગુનો, અડધી રાતે મામલતદારની ધરપકડ

મોડાસા શહેરમાં આવેલ મુખ્ય ચાર રસ્તાની પોલીસ ચોકીથી માત્ર થોડાક જ મીટર દૂર રહેલ શોપિંગ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં કેટલીક દુકાનોના તાળા તોડ્યા હતા તો, કેટલાકના શટર તોડ્યા હતા. તસ્કરોએ સોના ચાંદીના ઘરેણાં, રોકડ સહિતની મત્તાની ચોરી કરી હતી. ઘટના બાદ હવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરુ કરી છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 26, 2023 11:05 AM
g clip-path="url(#clip0_868_265)">