તાપીના વ્યારામાં કોહલી ગામેથી દીપડી બાદ હવે દીપડો પાંજરો પુરાયો- વીડિયો
તાપીના વ્યારામાં કોહલી ગામેથી દીપડો પાંજરે પુરવામાં આવ્યો છે. અગાઉ એક દીપડીને પાંજરે પુરવામાં આવી હતી. આ દીપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગે હાલ દીપડાનો કબજો લીધો છે. બાદમાં તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કોહલી ગામેથી ફરી દીપડો પાંજરે પુરાયો છે. આશરે ત્રણ વર્ષનો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ એક દીપડી પાંજરે પુરાઇ હતી ત્યાર બાદ ફરી પાંજરૂ મૂકવામાં આવ્યું હતું. વનવિભાગે દીપડાનો કબ્જો લઈ ઊંડાણના જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: જુનાગઢ વિકાસ સત્તા મંડળની ટીપી સ્કીમ સામે ખેડૂતોનો વિરોધ, 500થી વધુ ખેડૂતોને પાઠવવામાં આવી નોટિસ
આપને જણાવી દઈએ આ અગાઉ શિકારની શોધમાં આવેલો એક દીપડો કૂવામાં ખાબક્યો હતો. તાપીના વ્યારા ખાતે આવેલા કોહલી ગામે એક દીપડો ખેતરમાં શિકારની શોધમાં આવ્યો હતો. પરંતુ અચાનક કૂવામાં ખાબક્યો હતો. ગ્રામજનોને આ વાતની જાણ થતા વન વિભાગ અને જીવદયા પ્રેમીઓનો સંપર્ક કર્યો. ત્યારે સ્થળ પર પહોચીને વન વિભાગે દોરડાં બાંધીને પાંજરૂ કૂવામાં નાખ્યું.. અને દીપડાનું રેસ્ક્યુ કર્યું. કૂવામાં ખાબકેલો દીપડો આશરે 5 વર્ષીય હોવાનું સામે આવ્યું. દીપડાના આંટાફેરાને લઇ ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છે. મહત્વનું છે, વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરીને તેને જંગલ વિસ્તારમાં છોડવાની કામગીરી હાથ ધરી.
તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,

ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
