Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢ વિકાસ સત્તા મંડળની ટીપી સ્કીમ સામે ખેડૂતોનો વિરોધ, 500થી વધુ ખેડૂતોને પાઠવવામાં આવી નોટિસ

જુનાગઢ વિકાસ સત્તા મંડળની ટીપી સ્કીમ સામે ખેડૂતોનો વિરોધ, 500થી વધુ ખેડૂતોને પાઠવવામાં આવી નોટિસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2023 | 11:21 PM

જુનાગઢ વિકાસ સત્તા મંડળની ટીપી સ્કીમ સામે ખેડૂતોએ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. ટીપી સ્કીમ મુદ્દે જુડાના અધિકારીઓ અને ખેડૂતોની બેઠક મળી હતી. ઝાંઝરડા ગામના 500થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. જુડાના અધિકારીઓ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા. ટીપી રોડ અને સ્કીમ મુદ્દે 500થી વધુ ખેડૂતોને નોટિસ પાઠવવામાં આવી છે.

જૂનાગઢ વિકાસ સત્તા મંડળે ટીપી સ્કીમ જાહેર કરતા વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. ઝાંઝરડા રોડ પર ખેડૂતોએ જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ટીપી સ્કીમનો વિરોધ કર્યો. આ ટીપી સ્કીમનો 500થી વધુ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જેમાં અધિકારીઓ અને ખેડૂતો આમને સામને થયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને વિશ્વાસમાં લીધા વિના જ ટીપી તૈયાર કરી દેવામાં આવી છે.

આ ટીપી મુદ્દે જુનાગઢ વિકાસ સત્તા મંડળના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં 500થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. ગામના નક્શા સાથે પહોંચેલા ખેડૂતોને અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યા. હાલ તો જુડાએ 500થી વધુ ખેડૂતોને નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો: લો બોલો- રાજકોટની ફાર્મા કંપનીના નામથી દિલ્હીની કંપનીએ ગ્રાહકને પધરાવી દીધુ નક્લી ફેસવોશ, કંપની સામે ફરિયાદ

આ તરફ અધિકારીઓ ધીમા સૂરમાં એવુ કહેતા જોવા મળ્યા કે ખેડૂતોને સાંભળ્યા બાદ ચાર મહિનામાં ટીપી સ્કીમ રજૂ કરવામાં આવશે. જો કે ખેડૂતોનો આક્ષેપ છે કે 40 % જમીન સરકાર જુનાગઢ અર્બન ડેવલપ ઓથોરિટી દ્વારા કાપી નાખવામાં આવશે તેનુ કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવતુ નથી.જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (જુડા) દ્વારા પણ કોઈ આગોતરુ આયોજન કરાયુ નથી. ઉપરાંત ખાતા ધારકો અને પ્લોટ હોલ્ડરની પણ સંમતિ લેવાઈ નથી. આ બાબતને લઈને ખેડૂતો અને પ્લોટ ધારકો વિરોધ કરી રહ્યા છે.

Input Credit- Vijaysinh  Parmar- Junagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">