Gujarat : હજુ ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની કરી આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવનો અનુભવ થશે. સાથે જ આગામી 4 દિવસ સુધી તાપમાન ઠંડુ જ રહેશે. તો થર્ટીફર્સ્ટ સુધી અને ત્યાર પછી પણ હાડ થીજવતી ઠંડી અનુભવાશે.
હજી અઠવાડિયા પહેલાં જ ગરમી લાગતી હતી, ત્યાં છેલ્લા 3-4 દિવસથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીએ પગ જમાવી દીધા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવનો અનુભવ થશે. સાથે જ આગામી 4 દિવસ સુધી તાપમાન ઠંડુ જ રહેશે. તો થર્ટીફર્સ્ટ સુધી અને ત્યાર પછી પણ હાડ થીજવતી ઠંડી અનુભવાશે. આ તરફ અમદાવાદમાં સૂસવાટા બોલાવતા પવન ફેંકાઈ રહ્યા છે અને 11 ડીગ્રી ઠંડી પડી છે. એટલું જ નહીં, નલિયા પણ ઠંડુંગાર બની ગયું છે અને અહીં 4.6 ડીગ્રી ઠંડી નોંધાઈ છે.
હાડ થીજવતી ઠંડીમાં લોકો તાપણાનો લઈ રહ્યા છે સહારો
શિયાળાની ચાલુ સિઝનમાં ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જેની અસર જનજીવન પર પણ થઈ રહી છે. પવનની ગતિ અને ઠંડાબોર પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હળવદના રણકાંઠા વિસ્તારમાં પણ ઠંડીએ ભારે જોર પકડયું છે. સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી પહેરી અને રાત્રિના સમયે તાપણાં સળગાવી ઠંડીથી બચવાની કોશિશ કરતા નજર પડી રહ્યા છે.
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
