અગ્નિકાંડે લીધો પુત્રનો જીવ ! પરિવારે ભારે હૈયે આપી અંતિમ વિદાય, દ્રશ્યો કાળજુ કંપાવી દેશે, જુઓ VIDEO
રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના જીવ હોમાયા ગયા છે કોઈએ પોતાનો પુત્ર તો કોઈએ પોતાના સ્નેહીજનોને ખોયા છે ત્યારે આ સમગ્ર ઘટનાથી રાજકોટ સહિત આખું ગુજરાત ગમગીન બની ગયુ છે. આ સમગ્ર ઘટનાને લઈને જેમણે પોતાના લોકોને ખોયા છે તે પરિવારમાં ભારે શોક ફેલાય ગયો છે.
રાજકોટ અગ્નિકાંડ મામલે એક મૃતકના DNA મેચ થયા છે. ગોંડલના સત્યપાલસિંહ જાડેજા ખરેડાના DNA થયા મેચ થયા હોવાની માહિતી મળી રહી છે. પરિવારે ભારે હૈયૈ દિકરાને વિદાય આપતા યુવકના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ અંતિમ સંસ્કાર વિધીમાં મોટી સખ્યાંમાં લોકો જોડાયા હતા. પુત્રના અવસાનથી પરિવારમાં શોક ફેલાઇ ગયો છે.
સત્યપાલસિંહ જાડેજા ખરેડાના DNA થયા મેચ
રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના જીવ હોમાયા ગયા છે કોઈએ પોતાનો પુત્ર તો કોઈએ પોતાના સ્નેહીજનોને ખોયા છે ત્યારે આ સમગ્ર ઘટનાથી રાજકોટ સહિત આખું ગુજરાત ગમગીન બની ગયુ છે. આ સમગ્ર ઘટનાને લઈને જેમણે પોતાના લોકોને ખોયા છે તે પરિવારમાં ભારે શોક ફેલાય ગયો છે. ત્યારે રાજકોટના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ ગોંડલના સત્યપાલસિહં જાડેજા ખરેડાના DNA મેચ થતા મૃતદેહ પરિવારને સોપાયો હતો.
પરિવાર લોકોએ ભારે હૈયે દિકરાને વિદાય આપી
સત્યપાલસિહં જાડેજા પરિવારને નાનો દિકરો છે આ ઘટના બાદ પરિવાર તંત્રને તેમના પુત્રની જાણકારી આપવા કહી રહ્યું હતુ ત્યારે DNA મેચ થયા છે ત્યારે પરિવારની આંખના આસું નથી સુકાતા પરિવાર લોકોએ ભારે હૈયે દિકરાને વિદાય આપતા ચોધાર આસું એ રડી પડ્યો હતો. યુવકનું મોત બાદ પરિવારમાં આક્રંદ જોવા મળ્યું આસપાસના લોકો તેની અંતિમ વિધીમાં પહોચ્યાં હતા.