Ahmedabad : પડતર માગને લઈ કોર્પોરેશનના સફાઈ કામદારો આકરાપાણીએ, હડતાળની ઉચ્ચારી ચીમકી

Ahmedabad : પડતર માગને લઈ કોર્પોરેશનના સફાઈ કામદારો આકરાપાણીએ, હડતાળની ઉચ્ચારી ચીમકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 2:41 PM

પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા AMC ના સર્વન્ટ એસોસિએશને હડતાળની ચીમકી ઉચ્ચારી છે. કોર્પોરેશનમાં કામ કરતા 25 હજાર સફાઈ કામદારો પોતાની માગોને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.

અમદાવાદ કોર્પોરેશનના સફાઈ કામદારો વિવિધ પડતર માગોને લઈ આગામી સમયમાં હડતાળ પર ઉતરશે. પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા AMC ના સર્વન્ટ એસોસિએશને હડતાળની ચીમકી ઉચ્ચારી છે. કોર્પોરેશનમાં કામ કરતા 25 હજાર સફાઈ કામદારો પોતાની માગોને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.

AMCના સર્વન્ટ એસોસિએશને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યુ

હડતાળમાં સફાઈ કામદાર AMTS કર્મચારીઓ, હોસ્પિટલના કર્મચારીઓ સહિત તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાશે. પગાર વધારો, આવાસ યોજનાના મકાનો આપવા, અને કર્મચારીઓને કાયમી કરવા સહિતના વિવિધ મુદ્દાઓની સફાઈ કામદારોની માગ છે. અગાઉ AMCના સર્વન્ટ એસોસિએશને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યુ હતુ. છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી સફાઈ કામદારો રોષે ભરાયા છે.

તો આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ ડ્રાફ્ટ બજેટ મુક્યુ હતુ. ગત વર્ષના રૂ.8111 કરોડના ડ્રાફ્ટ બજેટની સામે રૂ.8400 કરોડનું બજેટ રજૂ કરાયું છે. જે મુજબ હવે અમદાવાદીઓએ પર્યાવરણ વેરો ચૂકવવો પડશે. શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ન કરતા હોવાથી આ ચાર્જ લગાવવામાં આવ્યો છે. જેથી ખાનગી વાહનો વાપરવા નાગરિકોને હવે મોંઘા પડશે.

g clip-path="url(#clip0_868_265)">