Breaking News : રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો ! અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું, જુઓ Video
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં એક જ રાતમાં તાપમાન 3.4 ડિગ્રી ઘટ્યું છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. તેથી આપણે સામાન્ય ભાષામાં કહી શકાય કે ગુજરાતના અનેક વિસ્તારોમાં કોલ્ડવેની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતમાં સૌથી વધુ વડોદરામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત સુરતમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે.
હાડ થીજવતી ઠંડીની આગાહી
માવઠાના કહેર બાદ હવે ગુજરાત રાજ્યમાં ગુલાબી ઠંડીની શરુઆત થઈ ચુકી છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર હજી પણ ગુજરાતમાં બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો ખૂબ જ ઠંડા રહેવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, જેના કારણે ત્યાં કડકડતી ઠંડી સહન કરવી પડી શકે છે.