વ્યારા ખાતે શ્રદ્ધા રેસીડેન્સીમાં ધાર્મિક વિવાદ આવ્યો સામે, રહેણાંક વિસ્તારમાં ચર્ચ ઊભું કરતાં વિરોધ

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શ્રદ્ધા રેસીડેન્સીમાં ધાર્મિક વિવાદ સામે આવ્યો છે. જેને લઇ વ્યારા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાલ મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. રહેણાંક વિસ્તારમાં ચર્ચ બનાવી પ્રાર્થના કરવામાં આવતા સ્થાનિકો વિરોધ કરવા પહોંચ્યા હતા જે બાદ આ સમગ્ર વાત સામે આવી હતી. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 5:25 PM

તાપી જિલ્લાના વ્યારાના કોલેજ રોડ વિસ્તારમાં આવેલ શ્રદ્ધા રેસીડેન્સી નામની સોસાયટીમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન હિન્દુ સમુદાયના લોકો દ્વારા સ્થળ પર પહોંચી પ્રાર્થના અટકાવી હતી. જે બાદ પોલીસને પણ  બોલાવવામાં આવી હતી. હિન્દુ સમાજનો આક્ષેપ હતો કે રેસીડેન્સી વિસ્તારમાં ચર્ચ બનાવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : તાપી જિલ્લાની સૌથી મોટી વ્યારા એ.પી.એમ.સીમાં પ્રમુખ-ઉપપ્રમુખની કરાઈ વરણી

તેમનું કહેવું છે કે બહારના વિસ્તારના લોકો પ્રાર્થના સભામાં આવી રહ્યા છે. આ બાબતે અનેક વાર તેમના દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય નથી તેથી ચર્ચ એટલે કે પ્રાર્થના સ્થળ બંધ કરવામાં આવે.

બીજી તરફ ખ્રિસ્તી સમુદાયના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે નગર પાલિકા માંથી મંજૂરી લીધી છે અને પ્લોટમાં કાચું બાંધકામ કર્યું છે, અમારી પાસે કોઈ જગ્યા નથી એટલે અમે ચર્ચના નામે જગ્યા લઈ અહી પ્રાર્થના કરી રહ્યા છીએ. સમગ્ર મામલે હાલ પોલીસ વચ્ચે પડી ધાર્મિક વિવાદ નો અંત લાવવા માટે બંને પક્ષ ના આગેવાનો સાથે બેઠક કરી કાર્યવાહી કરવાની કાર્યવાહી આરંભી છે.

(ઈનપુટ ક્રેડિટ – નીરવ કંસારા)

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">