સુરત : તાન્યા આપઘાત કેસ…IPL ક્રિકેટર અભિષેક શર્મા પોલીસ સમક્ષ થયો હાજર, 4 કલાક સુધી ચાલી પૂછપરછ
વેસુ પોલીસ મથકે અભિષેક શર્માનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ઘણા સમયથી અભિષેક તાન્યા સાથે વાત ના કરતો હોવાનું સામે આવ્યું હતું, તો અભિષેકે તાન્યાને બ્લોક કરી દેતા તાન્યા અપસેટ રહેતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ મમાલે હાલ તો પોલીસે અભિષેકનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં રહેતી મોડલ તાન્યા સિંહના આત્મહત્યા કેસમાં પોલીસે IPL ક્રિકેટર અભિષેક શર્માને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. ત્યારે અભિષેક શર્મા પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે ક્રિકેટરની પૂછપરછ કરી હતી. લગભગ 3થી 4 કલાક સુધી આ પૂછપરછ ચાલી હતી.