રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આધાર બેઝ્ડ e-Kycના ઉપયોગથી ઘરે બેઠા મળશે RTOની સેવાઓ

 આધાર બેઇઝ બેઝ્ડ e-Kycનો ફેસલેસ થયેલી અરજદારની અરજીની ખરાઇ કરવા આધાર OTPનો ઉપયોગ કરવામાં આવશે.અરજદાર દ્વારા જરૂરી ફી ભરીદસ્તાવેજો અપલોડ કર્યા બાદ અરજી સીધી જ RTO કચેરીના કેશલેસ કાઉન્ટર ઉપર ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આધાર બેઝ્ડ  e-Kycના ઉપયોગથી ઘરે બેઠા મળશે RTOની સેવાઓ
20 Cashless facilities of RTO

AHMEDABAD : રાજ્ય સરકાર દ્વારા આધાર (Aadhar) બેઝ્ડ e-Kycનો ઉપયોગ કરી 20 જેટલી સેવાઓ કેશલેસ કરવામાં આવી છે. એટલે કે અરજદારો આ સેવાઓનો લાભ RTO કચેરીએ ગયા વગર જ ઘરે બેઠા મળેવી શકશે. આ સેવામાં વિદેશ જતા નાગરિકોને એક જ દિવસમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ ઈસ્યુ કરવામાં આવશે. આ સેવાને કારણે અંદાજિત 30 લાખ અરજદારો ઘર બેઠા આધાર બેઇઝ ઇકેવાયસી કેશલેસ સેવાનો લાભ મેળવી શકશે.

આધાર બેઇઝ બેઝ્ડ e-Kycનો ફેસલેસ થયેલી અરજદારની અરજીની ખરાઇ કરવા આધાર OTPનો ઉપયોગ કરવામાં આવશે.અરજદાર દ્વારા જરૂરી ફી ભરીદસ્તાવેજો અપલોડ કર્યા બાદ અરજી સીધી જ RTO કચેરીના કેશલેસ કાઉન્ટર ઉપર ઉપલબ્ધ થશે. અરજદારની વિગતો તથા દસ્તાવેજોની ચકાસણી કરી સબંધિત RTO કચેરી ઓનલાઇન જ અરજી મજૂર કરશે, જેથી અરજદારે RTO કચેરીએ ધક્કા ખાવા પડશે નહીં. જોકે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ, વાહનનું ફિટનેસ રજીસ્ટ્રેશન રિન્યુઅલ, વાહનના ફેરબદલ તથા અન્ય રાજ્યમાંથી આવતા વાહનોનું રજિસ્ટ્રેશન માટે અરજદારે કચેરીની મુલાકાત લેવી પડશે.

RTOની આ સેવાઓ ઘરે બેઠા મળશે 1. વાહનની માલિકી ટ્રાન્સફર કરવી 2. વાહનમાં સરનામુ ફેરફાર 3.હાઇપોથીકેશન ઉમેરવું હાઇપોથીકેશન રદ્દ કરવું કરવું, ચાલુ રાખવું. 4.અન્ય રાજ્યોની NOC, ડુપ્લીકેટ RC બુક. 5.નવી પરમિટ રીન્યુ અને ડુબલીકેટ પરમીટ.

લાયસન્સ સંબંધી આ સેવાઓ ઘરે બેઠા મળશે 1.લાયસન્સ રિન્યુઅલ 2.લાયસન્સ રિપ્લેસમેન્ટ 3.લાયસન્સ એક્સટ્રેક 4.લાયસન્સ સરનામામાં સુધારો 5.લાયસન્સના ક્લાસનો ઉમેરો 6.લાયસન્સ નામ, ફોટા અને સિગ્નેચરમાં સુધારો 7.પહાડી વિસ્તારમાં વાહન ચલાવવાના વર્ગનો ઉમેરો 8.લાયસન્સ અથવા બેઝ જમા કરાવવું 9.ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાયસન્સના વર્ગમાં ઉમેરો

આ પણ વાંચો : સુરત હકીકતમાં ખુબસુરત : સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત દેશમાં બીજા સ્થાને, સુરતીઓમાં જોવા મળી આનંદની લાગણી

આ પણ વાંચો : JAMNAGAR : ગ્રીન એનર્જી ક્ષેત્રમાં રિલાયન્સનો પ્રવેશ, ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરી

  • Follow us on Facebook

Published On - 7:35 pm, Sat, 20 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati