પાટણઃ સમીના અનવરપુરામાંથી સિરપનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, એક શખ્શની અટકાયત
પાટણમાંથી શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાયો છે. પોલીસે સમી તાલુકાના અનવરપુરા વિસ્તારમાંથી શંકાસ્પદ સિરપનો જથ્થો કબ્જે કરીને એક શખ્શની પુછપરછ શરુ કરી છે. જથ્થાનુ પરીક્ષણ કરવા માટે સેમ્પલ લઈને તે અંગેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જો જથ્તામાં કંઈક વાંધાજનક હોવાનુ રિપોર્ટમાં સામે આવશે તો આગળની કાર્યવાહી હાથ ધરાશે.
શંકાસ્પદ સિરપને લઈ હવે રાજ્યમાં તંત્રએ ચારે બાજુ સતર્કતા દાખવવી શરુ કરી છે. આ દરમિયાન પાટણ પોલીસે સમીમાંથી શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરી છે. પોલીસે શંકાસ્પદ સિરપના જથ્થા સાથે એક સખ્શની અટકાયત કરી છે અને જેની પૂછપરછ સિરપ અંગે શરુ કરવામાં આવી છે.
પોલીસે 5300 જેટલી બોટલોને કબ્જે કરી છે. જેની કિંમત 7.32 લાખ રુપિયા અંદાજવામાં આવી છે. સિરપ અંગે પ્રાથમિક તપાસ શરુ કરવા સાથે તેને પરિક્ષણ કરવા માટે સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે. સિરપમાં કોઈ વાંધજનક ચિજો સામે આવશે, રિપોર્ટ આધારે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
