સુરતીઓએ ઓનલાઇન મોબાઈલ ઓર્ડર કર્યા પણ પાર્સલમાં નીકળ્યા પરફ્યુમ, સમજો છેતરપિંડીના ખેલને વિડીયો દ્વારા
સુરત : ઓનલાઇન ખરીદી કરતા પહેલા ચેતી જજો, સુરતમાં ઓનલાઇન મોબાઈલ વેચવાના બહાને ગ્રાહકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.મોબાઇલના પાર્સલમાં પરફ્યુમ પધરાવતા ઠગને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયો છે
સુરત : ઓનલાઇન ખરીદી કરતા પહેલા ચેતી જજો, સુરતમાં ઓનલાઇન મોબાઈલ વેચવાના બહાને ગ્રાહકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.મોબાઇલના પાર્સલમાં પરફ્યુમ પધરાવતા ઠગને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ ઠગ યુવકને ઝડપી પાડી તેની પાસેથી કોમ્પ્યુટર અને 70 થી વધુ પરફ્યુમના ભરેલા કાર્ટૂન કબ્જે કરી વધુ તપાસ રાંદેર પોલીસને સોંપી હતી.
સુરત ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે રાંદેરની નવયુગ કોલેજની બાજુમાં આવેલ સંગના સોસાયટી મકાન નંબર-20 માં અફઝલ મેમણ નામનો ઇસમ છેલ્લા બે અઢી મહિનાથી ઓનલાઇન મોબાઇલનો ઓર્ડર લઇને મોબાઇલ બોક્ષમાં પરફ્યુમની બોટલ ગ્રાહકોને મોકલી ચીટીંગ કરતો આવેલ છે. જે બાતમી આધારે સંગના સોસાયટીના મકાન નંબર-20માં ક્રાઇમબ્રાંચની ટીમે છાપો મારી આરોપી અફજલ સોયેબ મેમણને ઝડપી પાડ્યો છે.
