સુરેન્દ્રનગરના થાન રેલ્વે સ્ટેશન પરથી 55 લાખના મુદ્દામાલ સાથે પોલીસે મહિલાની ધરપકડ કરી
સુરેન્દ્રનગરમાં થાન રેલ્વે પોલીસે એક મહિલાને દાગીના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. આ મહિલા પાસેથી સોનાના દાગીના સહિત રૂ. 55 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
ગુજરાતમાં(Gujarat)સુરેન્દ્રનગરના(Surendranagar) થાન રેલવે સ્ટેશન પરથી શંકાસ્પદ હાલતમાં મહિલા(Woman) ઝડપાઈ છે. જેમાં રેલ્વે પોલીસે(Railway Police) મહિલાને દાગીના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. આ મહિલા પાસેથી સોનાના દાગીના(Gold jewelry) સહિત રૂ. 55 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
જેમાં પોલીસે પોરબંદર-મુંબઈ તરફ જતી ટ્રેનમાં બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આ મહિલાએ રાજકોટથી અમદાવાદ સુધીની ટિકિટ લીધી હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટની સરકારને ટકોર, કહ્યું સિંહોને શાંતિથી રહેવા દો, ગીરમાં સફારીની સંખ્યા ઘટાડો
