Surendranagar Video: ખેડૂતો માટે નર્મદાની માઇનોર કેનાલ આર્શીવાદને બદલે અભિષાપ બની, કેનાલ આસપાસના ખેતરો બન્યાં બંજર
કેનાલમાંથી સતત પાણી લીકેજને કારણે આસપાસના ખેતરો બીનઉપજાઉ બની રહ્યાં છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષો પહેલા નર્મદા નિગમે કેનાલો બનાવી હતી, પરંતુ તેમા પાણી ન છોડવાના કારણે તિરાડો પડી ગઇ છે. કેનાલમાં તિરાડો હોવા છતાં તંત્રએ અચાનક કેનાલમાં પાણી છોડતા મોટાભાગે પાણી ઝરી રહ્યું છે. કેનાલમાંથી સતત પાણી લીકેજ થતાં આસપાસના ખેતરોમાં ઉભો પાક કહોવાઇ રહ્યો છે.
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો (Farmers) માટે નર્મદાની માઇનોર કેનાલ આર્શીવાદને બદલે અભિષાપ બની છે. નબળા કામના લીધે કેનાલમાં પાણી છોડતા લીકેજ થઇ રહ્યું છે. કેનાલમાંથી સતત પાણી લીકેજને કારણે આસપાસના ખેતરો બીનઉપજાઉ બની રહ્યાં છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષો પહેલા નર્મદા નિગમે કેનાલો બનાવી હતી, પરંતુ તેમા પાણી ન છોડવાના કારણે તિરાડો પડી ગઇ છે. કેનાલમાં તિરાડો હોવા છતાં તંત્રએ અચાનક કેનાલમાં પાણી છોડતા મોટાભાગે પાણી ઝરી રહ્યું છે.
આ પણ વાંચો : Gujarati Video : સુરેન્દ્રનગરના ચોટીલામાં ચેઇન સ્નેચિંગની ઘટના, આરોપી ફરાર, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
કેનાલમાંથી સતત પાણી લીકેજ થતાં આસપાસના ખેતરોમાં ઉભો પાક કહોવાઇ રહ્યો છે. એટલું જ નહીં ખેતરો પણ બિન ઉપજાવ બની રહ્યાં છે. ખેડૂતોની કિંમતી જમીન બંજર બનવા લાગી છે. ખેડૂતોએ કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તાત્કાલિક કેનાલનું સમારકામ કરવા માગ કરી છે.
સુરેન્દ્રનગર સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





