Surendranagar : પાટડીના રણકાંઠા વિસ્તારમાં 19 ગાયને લમ્પી વાયરસની એન્ટ્રી, તંત્ર દોડતું થયું

સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના પાટડીના રણકાંઠા વિસ્તારમાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે.રણકાંછા વિસ્તારમાં એક સાથે 19 ગાયોમાં લમ્પી વાયરસની અસર જોવા મળતા તંત્ર દોડતું થયું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 11:53 PM

ગુજરાતમાં(Gujarat)  સતત વધી રહેલા પશુઓના લમ્પી વાયરસના કેસ વચ્ચે સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના પાટડીના રણકાંઠા વિસ્તારમાં પણ લમ્પી વાયરસની(Lumpy Virus)  એન્ટ્રી થઇ છે.રણકાંછા વિસ્તારમાં એક સાથે 19 ગાયોમાં લમ્પી વાયરસની અસર જોવા મળતા તંત્ર દોડતું થયું છે અને તમામ લમ્પીગ્રસ્ત ગાયોને સારવાર હેઠળ લઇ જવામાં આવી છે.તો બીજી તરફ અન્ય પશુઓને લમ્પીનો ચેપ ન લાગે તે માટે રસીકરણ હાથ ધરાયું છે.પાટડીમાં બજાણા પશુ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી 5 હજાર 300 પશુનું રસીકરણ કરવામાં આવ્યું છે અને હજી વધુ 5 હજાર રસીના ડોઝ મંગાવવામાં આવ્યાં છે. આ ડોઝ આવ્યાં બાદ વધુ પશુઓનું રસીકરણ હાથ ધરાશે.

ગુજરાતના 20 જિલ્લાના 2 હજારથી વધારે ગામમાં લમ્પી વાયરસનું સંક્રમણ પ્રસર્યું છે. સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં લમ્પી સંક્રમણના કારણે દૈનિક 65 હજાર કિલો દૂધની આવક ઘટી ગઈ છે.જેમાં કચ્છમાં સૌથી વધારે 20 હજાર કિલો દૂધનું ઉત્પાદન રોજ ઓછું થવા લાગ્યું છે.લમ્પીના કારણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં 5 ટકાથી લઈને 27 ટકા સુધીનો ઘટાડો સામે આવ્યો છે. પશુપાલકો રોગચાળો વકરતા મહામૂલા પશુધનને બચાવવાને લઈ ચિંતિત બન્યા છે.લમ્પી સંક્રમિત પશુઓને ભૂખ ન લાગતી હોવાતી દૂધ ઉત્પાદનમાંસતત ઘટતું હોવાનો તબીબોનો અભિપ્રાય છે.

ઠેર ઠેર અસંતોષ વ્યાપેલો છે

રાજ્યમાં લમ્પી વાયરસનો કેર વધી રહ્યો છે. રસીકરણમાં તંત્રની બેદરકારીના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. બીજીબાજુ સંક્રમણ ન અટકતા પશુપાલકો પણ મેદાને આવ્યા છે. ત્યારે મુખ્યપ્રધાને એક જ અઠવાડિયામાં લમ્પી વાયરસને કાબૂમાં લેવા સૂચના આપી છે. વિરોધ અને સમીક્ષા બેઠકો વચ્ચે પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લમ્પી વાયરસ નવો નથી ગત વર્ષે પણ 10 હજાર પશુઓમાં ફેલાયો હતો, પરંતુ પશુના મોત થયા ન હતા. એકતરફ લમ્પી વાયરસની ચિંતા પશુપાલકોને પરેશાન કરી રહી છે. ત્યારે રાજકોટના વીંછીયામાં લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર ન થતા લોકો રોષે ભરાયા હતા. પશુઓની સારવાર માટે સરકારી તબીબ નહીં આવતા લોકોએ જસદણ-વીંછીયાનો રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">