સુરેન્દ્રનગર નશામાં ધૂત પોલીસકર્મીનો વીડિયો વાયરલ, પોલીસકર્મીની કારમાંથી મળ્યાં બિયરના ટીન, જુઓ Video
સુરેન્દ્રનગરના ચુડામાં પોલીસકર્મીઓનો નશાની હાલતમાં હોવાનો વીડિયો સામે આવ્યો છે. તપાસ કરવા ગયેલા પોલીસકર્મી નશાની હાલતમાં જોવા મળ્યાં હતા. પોલીસકર્મીની ખાનગી કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યાં હતા.
કાયદાના રક્ષકો જ દારૂબંધીના ધજાગરા ઉડાડે તો ? આ સવાલ એટલા માટે થાય કારણ કે બે પોલીસ કર્મીઓનો દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો સુરેન્દ્રનગરના ચુડા વિસ્તારનો છે કે જ્યાં તપાસ માટે ગયેલા બે પોલીસકર્મી નશાની હાલતમાં જોવા મળ્યાં. પોલીસ કર્મીઓ નશામાં ધૂત હોવાથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો અને પોલીસકર્મીઓની ખાનગી કારની તપાસ કરી.
પોલીસકર્મીઓની ખાનગી કારમાંથી ખાલી બિયરના ટીન મળી આવ્યાં છે. નશામાં ધૂત પોલીસ કર્મીઓનો લોકોએ વીડિયો વાયરલ કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નશામાં ધૂત પોલીસ કર્મી તપાસના નામે તેમના વિસ્તારમાં આવ્યાં હતા અને દારૂ પીવા અંગે પૂછતા તેઓ ઉશ્કેરાયા હતા અને એક મહિલાને માર માર્યો હતો. જો કે આ વાયરલ વીડિયોની ટીવીનાઇન કોઇ પુષ્ટી કરતું નથી.
આ પણ વાંચો : Gujarati Video: સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ, યુવકના પિતાએ લીધેલા વ્યાજના પૈસા સામે પુત્રના પગ ભાંગી નાખ્યા
હાલ સમગ્ર મામલે સુરેન્દ્રનગર એસપીએ તપાસના આદેશ આપ્યા છે. એસપીએ લીંબડીના DYSP ચેતન મુંધવાને તપાસ સોંપી છે. ત્યારે વીડિયોમાં ચુડા પોલીસના ગોવિંદ સાપરા અને જીતુભા રાણા હોવાનું સામે આવ્યુ છે.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
