જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં હાલમાં તસ્કરો ફરી એકવાર સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. વિસ્તારની પાણીની ટાંકી નજીકથી મોપેડ ચોરીની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાત્રિ દરમિયાન આરોપી મોપેડની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર આરોપીની સઘન શોધખોળ હાથ ધરી છે.