Banaskantha : વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી દારૂબંધી સામે ઉઠાવ્યા સવાલ, પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ Video
દારૂ વેચાણને લઇ ફરી પોલીસ પર ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સુઈગામના જોરાવરગઢ ગામમાં જાહેરમાં ગેનીબેને પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસની મહેરબાનીથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે.
Banaskantha : દારૂબંધી સામે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) સવાલ ઉઠાવ્યા છે. દારૂ વેચાણને લઇ ફરી પોલીસ પર ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સુઈગામના જોરાવરગઢ ગામમાં જાહેરમાં ગેનીબેને પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસની મહેરબાનીથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. પોલીસ હપ્તા લેતી હોવાના કારણે બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે.
આ પણ વાંચો Ambaji Gabbar Video: યાત્રાધામ અંબાજી ગબ્બર પર્વત રોપવે સેવા આગામી સપ્તાહે રહેશે બંધ , જાણો
વધુમાં તેમણે કહ્યું કે પોલીસ હપ્તા લેતી હોવાથી દારૂ વેચવા વાળા પર નહીં પરંતુ દારૂ પીવાવાળા પર કેસ કરે છે. તો લોકોને અપીલ કરતા કહ્યું કે દારૂથી છૂટવા માટે પોલીસ કંઇ નહીં કરે આપણે જાતે જ જાગૃત થવું પડશે. તો દારૂના અડ્ડા પર અને બુટલેગરો પર તવાઇ બોલાવવા માટે પણ ગેનીબેને ચીમકી ઉચ્ચારી છે. ગેનીબેને જરૂર પડે તો જનતા રેડ કરી દારૂ બંધ કરાવવા ખાતરી આપી છે. સાથે જ જરૂર પડશે તો ટીમ બનાવી સરહદ પરથી આવતા દારૂને બંધ કરવાની લોકોની ખાતરી આપી છે.