Surat Video : વિશ્વની સૌથી મોટી બિલ્ડીંગ Surat Diamond Bourse ઉદ્ઘાટન માટે તૈયાર, દશેરાએ શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરાશે

Surat : વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગની વાત કરીએ તો અમેરિકાના પેન્ટાગોન(Pentagon)નું નામ ધ્યાને આવે છે. અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું આ હેડક્વાર્ટર(Headquarters Building of United States Department of Defense) ખુબ વિશાળ છે. જોકે હવે ભારતે પેન્ટાગોન પાસેથી આ ખિતાબ છીનવી લીધો છે. 4 વર્ષમાં બનેલ સુરતમાં સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જ(Surat Diamond Bourse) એઅમેરિકાના પેન્ટાગોન કરતા અનેક ગણી મોટી ઓફિસ બિલ્ડીંગ બનાવી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Oct 23, 2023 | 8:57 AM

Surat : વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગની વાત કરીએ તો અમેરિકાના પેન્ટાગોન(Pentagon)નું નામ ધ્યાને આવે છે. અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું આ હેડક્વાર્ટર(Headquarters Building of United States Department of Defense) ખુબ વિશાળ છે. જોકે હવે ભારતે પેન્ટાગોન પાસેથી આ ખિતાબ છીનવી લીધો છે.

4 વર્ષમાં બનેલ સુરતમાં સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જ(Surat Diamond Bourse) એઅમેરિકાના પેન્ટાગોન કરતા અનેક ગણી મોટી ઓફિસ બિલ્ડીંગ બનાવી છે. સુરતની આ ઓફિસ હવે વિશ્વની સૌથી મોટી ઈમારત(The World’s Largest Building) બની ગઈ છે. અહેવાલો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ચાલુ વર્ષના અંતમાં આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.વિજયા દશમી(Vijaya Dashmi)ના દિવસે ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse)માં ઓફિસ ધરાવતા કુલ સેંકડો નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કુંભ ઘડાનું સ્થાપન કરી ઐતિહાસિક પળનું સર્જન કરશે.

સુરતને વિશ્વની રત્ન રાજધાની કહેવામાં આવે છે.

સુરતનું નામ તેના હીરા ઉદ્યોગના કારણે વિશ્વભરમાં જાણીતું છે. સુરતને વિશ્વની રત્ન રાજધાની પણ કહેવામાં આવે છે કારણ કે વિશ્વના 90 ટકા હીરા અહીં ઘડવામાં આવે છે. સુરતમાં બનાવવામાં આવેલા આ વિશેષ કાર્યાલય વિશે વાત કરીએ તો, તેમાં હજારો Diamond Professionals એકસાથે કામ કરી શકશે.તેને હીરા માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન(One Stop Destination for Diamonds) તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

બિલ્ડિંગની વિશેષતાઓ

આ 15 માળની ઇમારત કુલ 35 એકર વિસ્તારમાં બનાવવામાં આવી છે. આ ઓફિસ નવ લંબચોરસ બિલ્ડીંગનું ક્લસ્ટર છે. બિલ્ડિંગમાં કુલ 131 લિફ્ટ મુકવામાં આવી છે.SDB એટલે કે સુરત ડાયમંડ બોર્સ એ એક નફાકારક એક્સચેન્જ છે જે કંપની એક્ટ 2013ની કલમ 8 હેઠળ નોંધાયેલ છે. આ ઈમારતને બનાવવામાં 4 વર્ષ લાગ્યા હતા. રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ 32 અબજ રૂપિયા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">