Surat: સિટી બસની કેપેસિટી કરતા વધારે લોકો બસમાં બહાર લટકીને મોતની મુસાફરી કરવાનો Video Viral, જુઓ
સુરત શહેરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં SMC ની સિટી બસમાં બારી પકડીને અને દરવાજાની બહાર લટકતા લટકતા મુસાફરો જીવના જોખમી મુસાફરી કરતા હોય એમ નજર આવી રહ્યા છે.
સુરત શહેરમાં જીવના જોખમે બસની મુસાફરી કરાતી હોય એવો વીડિયો વાયરલ થયો છે. સુરત મહાનગર નગરપાલિકા દ્વારા સિટી બસમાં વધારો નહીં કરાતો હોવાને લઈ લોકોએ મોતની મુસાફરી કરવી પડતી હોય એવી સ્થિતિ છે. હાલમાં જ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં SMC ની સિટી બસમાં બારી પકડીને અને દરવાજાની બહાર લટકતા લટકતા મુસાફરો જીવના જોખમી મુસાફરી કરતા હોય એમ નજર આવી રહ્યા છે.
જીવ જોખમમાં મુકીને મુસાફરી કરવા પાછળ મજબૂરી છે કે, બસની સંખ્યા ઓછી છે. આ માટે રજૂઆતો અવારનવાર સુરત મહાનગર પાલિકાને કરવામાં આવી છે. પરંતુ મનપા દ્વારા બસની સંખ્યામાં વધારો કરાતો નથી એવો રોષ છે. અગાઉ પણ એક યુવતી બસમાંથી પટકાઈ જવાથી મોતને ભેટી હતી. સુરતના ઉધના, પાંડેસરા અનને ડીંડોલી વિસ્તારમાં નોકરી કરતા લોકોની સંખ્યા ખૂબ છે અને તેઓને અવરજવર કરવાની હાલાકી સર્જાય છે. હવે સવાલ એ થાય છે કે, જોખમી સવારી કરીનારા વાહન ચાલકો અને માલિકો સામે કાર્યવાહી પોલીસ કરી રહી છે, જે સારી વાત છે. પરંતુ હવે આવી ઘટનામાં તંત્ર શુ કરશે.