Surat : ધોરણ 10ના પરિણામ બાદ સ્કૂલોમાં ખુશીનો માહોલ, જોડિયા ભાઇઓએ સરખા ગુણ મેળવ્યા
સુરતમાં બે જોડીયા ભાઈઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી અને બંનેના પરિણામ પણ એક સરખા આવ્યા છે.બંને ભાઈઓએ 95,05 ટકા પરિણામ આવતા પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી આ રુદ્ર સભાડીયા અને રીત્વ સભાડીયા બંને જોડીયા ભાઈ છે. સુરતના સરથાણા વિસ્તારની અંદર આ પરિવાર રહે છે.
ગુજરાતમાં (Gujarat) આજે ધોરણ 10 ના પરિણામ(Gujarat 10th Result 2023) જાહેર થયા છે ત્યારે સુરત શહેરની અંદર પણ સારું એવું પરિણામ વિદ્યાર્થીઓએ પાર્સલ કર્યું છે શહેરમાં કુલ 76.45 ટકા પરિણામ આવ્યું છે અને તેમાં પણ A-1ગ્રેડમાં 1279 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને A-2 ગ્રેડમાં 8113 વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવ્યું છે. જ્યારે સુરત શહેર મોટાભાગની સ્કૂલોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જયા કઠોર વિસ્તારમાં આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર બંને જોડિયા ભાઈઓના રીઝલ્ટ પણ સરખા જોવા મળ્યા હતા એટલે કે એક જ સરખી ટકાવારી આવી છે જેને લઈને સ્કૂલની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ બંને ભાઈઓના ધોરણ 10 ની અંદર 95.5 ટકા મેળવ્યા છે.
બે જોડીયા ભાઈઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી બંનેના પરિણામ પણ એક સરખા આવ્યા
સુરતમાં બે જોડીયા ભાઈઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી અને બંનેના પરિણામ પણ એક સરખા આવ્યા છે.બંને ભાઈઓએ 95,05 ટકા પરિણામ આવતા પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી આ રુદ્ર સભાડીયા અને રીત્વ સભાડીયા બંને જોડીયા ભાઈ છે. સુરતના સરથાણા વિસ્તારની અંદર આ પરિવાર રહે છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો