Gujarat Board 10th Result 2023 : ધોરણ-10નું ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. ધોરણ 10નું પરિણામ 64.62 ટકા જાહેર થયુ છે. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં 958 કેન્દ્ર પર લેવામાં આવી હતી. ગુજરાતની 2724 શાળાનું પરિણામ 100 ટકાથી વધુ જાહેર થયુ છે. ઝીરો ટકા પરિણામ ધરાવતી 157 શાળા છે. તો 30 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળા 1084 છે.
અમદાવાદ શહેરમાં 8, અમદાવાદ ગ્રામ્યમાં 3, અમરેલી 4, આણંદ 5, અરવલ્લી (મોડાસા) 1, બનાસકાંઠા 5, ભરૂચ 3, ભાવનગર 4, બોટાદ 3, છોટા ઉદેપુર 0, દાહોદ 22, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 1,ગાંધીનગર 4, ગીરસોમનાથ (વેરાવળ) 7, જામનગર 5, જૂનાગઢ 9, ખેડા 4, કચ્છ 8, મહીસાગર (લુણાવાડા) 5, મહેસાણા 4, મોરબી 2, નર્મદા 0, નવસારી 2, પંચમહાલ 6, પાટણ 3, પોરબંદર 2, રાજકોટ 13, સાબરકાંઠા 5, સુરત 6, સુરેન્દ્રનગર 3, તાપી 2, વડોદરા 1, વલસાડ 5, દાદરા નગર હવેલી 1 છે.
સુરતનું 76.45% ,મોરબીનું 75.43%, બોટાદનું 73.39% , રાજકોટનું 72.74%, ભાવનગરનું 69.70%, જામનગરનું 69.65%, સુરેન્દ્રનગરનું 69.42%, કચ્છનું 68.71%, ગાંધીનગરનું 68.25%, દેવભૂમિ દ્વારકાનું 67.29%, ડાંગનું (આહવા) 66.92% પરિણામ આવ્યુ છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 14થી 28 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. તમે નીચે આપેલા સ્ટેપ્સથી માર્કશીટ તપાસી શકશો.