Surat Rain Breaking News: સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરત શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લગભગ 20થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સુરત શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસતાં રસ્તાઓ ભીના બન્યા હતા અને ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક
વરસાદ સાથે આશરે 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાયો હતો. પવન અને વરસાદના સંયુક્ત પ્રભાવથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને બફારાથી શહેરવાસીઓને મોટી રાહત મળી હતી.
આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ સુરત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહી શકે છે. વરસાદને કારણે ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે શહેરના વાતાવરણમાં પણ નોંધપાત્ર બદલાવ અનુભવાઈ રહ્યો છે.
આ પણ વાંચો- Weather Today: ગુજરાતમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આજથી 3 દિવસ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા