AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કેમિકલ ગેસ લીક કેસમાં પોલીસ સક્રિય, કંપનીના માલિકોને લુકઆઉટ નોટિસ જાહેર

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. જેમાં હાઇકેલ કંપનીના MD સમીરને વિદેશ ભાગતો રોકવા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. 

Surat : કેમિકલ ગેસ લીક કેસમાં પોલીસ સક્રિય, કંપનીના માલિકોને લુકઆઉટ નોટિસ જાહેર
Surat Chemical Leak Case Police Investigation (File Image)
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 20, 2022 | 11:01 AM
Share

સુરત(Surat)સચિન જીઆઇડીસી( GIDC)કેમિકલ ઠાલવવા મામલે ક્રાઇમ બ્રાન્ચ(Crime Brach) દ્વારા સતત કંપનીના માલિકોને પકડવા માટે મહેનત કરવામાં આવી રહી છે. જો કે કંપનીના માલિકો હાથ ન લાગતા પોલીસ દ્વારા કંપનીના માલિકો સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. જેમાં હાઇકેલ કંપનીના MD સમીરને વિદેશ ભાગતો રોકવા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. સચિત GIDC કેમિકલ ગેસ લીક દુર્ઘટનામાં બે કારખાનેદારો 4 દિવસના રિમાન્ડ પર છે અને તપાસ તેજ કરવામાં આવી રહી છે ત્યાં નિર્દોષોનાં મોતની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલાં સહજાનંદ કલર યાર્નનાં વિજય ધીરૂ ડોબરિયા અને રોયલ કેમનાં સૌરભ પ્રવીણ ગાબાણીને રવિવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

આ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનામાં ત્રણ કારખાનેદારોને દબોચ્યા હતા આખી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જેમાં સૌથી પહેલાં સહજાનંદ કલર યાર્નનાં 30 વર્ષીય વિજય ધીરૂ ડોબરિયા અને રોયલ કેમનાં 36 વર્ષીય સૌરભ પ્રવીણ ગાબાણીની ધરપકડ કરાઇ હતી . જોકે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં પોલીસે તેમને હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા બાદમાં મંગળવારે તેમને હોસ્પિટલમાંથી રજા મળતાં ધરપકડ કરી હતી.

પોલીસે બંને ને કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના માંગેલા રિમાન્ડ સામે કોર્ટે બંનેને ચાર દિવસના રિમાન્ડ ઉપર મોકલ્યા હતા રિમાન્ડ ના આધારે તપાસ કરવામાં આવી રહી છે ત્યાં સચીન જી.આઇ.ડી.સી.માં છના મોતની ગંભીર ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે હાઇકેલ કંપની વિરૂદ્ધ પકડ મજબુત બનાવી છે .મુંબઈ ખાતે સતત કંપની ના માલિકોને પકડવા ટીમો મોકલી પણ ઓફિસ કે ધરે ન મળી આવતા આખરે કંપની ના માલિકો ધરપકડ ટાળવા નાસતા ફરતાં હાઇકેલ કંપીનના એમ. ડી . સમીર હીરમઠને વિદેશ ભાગતો રોકવા સુરત ક્રાઇમ બ્રાન્ચે લુકઆઉટ નોટીસ ઇશ્યુ કરી છે. નોટીસના આધારે દરેક એરપોર્ટ ઉપર મોકલાઇ હતી.

સચિનની દુર્ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડવાની સાથે જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. કારણ કે ગંધીનગર થી પણ સતત આ કેશમાં મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે આ મામલે ખાડીમાં કેમિકલ છોડતા આવેલાં ત્રણ મિલ માલિકોને પણ આરોપી બનાવ્યા હતા . ટેન્કરમાં આવેલ કેમિકલ મુંબઇની હાઇકેલ કંપનીની સૌથી ભૂંડી ભૂમિકા જણાઇ આવી હતી .અહીંથી કેમિકલનો યોગ્ય રાહે નિકાલ કરવાને બદલે રૂપિયા બચાવવા નામની સંગમ એન્વાયરો અનરજિસ્ટર્ડ કંપનીને ખાડીમાં તેનો નિકાલ કરવા આપી દેવાતું હોઇ પોલીસે તેના જી.એમ. સહિત ત્રણ હોદ્દેદારોની પણ ધરપકડ કરી હતી.

આ પૂછપરછમાં આ કંપનીના એમ.ડી. સમીર હીરમઠની પણ ભૂમિકા જણાઇ આવતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પરંતુ તે સમન્સ આપવા મુંબઇ પહોંચી હતી. તે હાજર મળી આવ્યો ન હતો . બે વખત જવા છતાં પણ સમીર નહિ મળતાં પોલીસે તેને વિદેશ ભાગતો રોકવા લુક આઉટ નોટિસ ઇશ્યુ કરી હતી.જ્યારે મુંબઇની હાઇકેલ કંપનીની મુખ્ય સંચાલકો સામે આવશે તો અનેક બીજા કેમિકલ કૌભાંડ સામે આવતો નવાઇ નહિ કરણ કે આ કંપની માંથી અત્યાર સુધી કેટલા ટેન્કરો ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠાલવવા માં આવ્યા તે બાબતે પણ ઘટસ્ફોટ થાય તેવી શકયતા છે.

આ પણ વાંચો : Surat : નવી સિવિલ હોસ્પિટલને પણ હવે અંગદાનની મંજૂરી મળી, 21 ડોક્ટર્સની કમિટી બનાવાઈ

આ પણ વાંચો : Ahmedabad માં ઓનલાઇન મંગાવેલી પનીર ભૂરજીમાં નીકળી આ વસ્તુ, ફૂડ પોઇઝનિંગ થયું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">