Surat : નવી સિવિલ હોસ્પિટલને પણ હવે અંગદાનની મંજૂરી મળી, 21 ડોક્ટર્સની કમિટી બનાવાઈ

સરકારી મેડિકલ કોલેજના ડિન ના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલ સૌથી મોટું હોસ્પિટલ છે. અહીં અંગદાનની સુવિધા જરૂરી હતી. જેના માટે અમે મંજૂરી માંગી હતી જે મળી ગઈ છે.

Surat : નવી સિવિલ હોસ્પિટલને પણ હવે અંગદાનની મંજૂરી મળી, 21 ડોક્ટર્સની કમિટી બનાવાઈ
The new civil hospital has also been approved for organ donation*File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 10:05 AM

અંગદાનની ઝુંબેશને આગળ ધપાવવા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન ( SOTTO ) એ સુરતની સરકારી મેડિકલ કોલેજ નવી સિવિલ હોસ્પિટલને(New Civil Hospital ) અંગોના દાન માટે મંજૂરી આપી છે. માંડવી તાલુકામાં રહેતા એક યુવકનું બ્રેઇન ડેડ થઇ ગયું હતું ત્યારે પરિવારે મૃતક યુવકના અંગોનું દાન(Organ Donation )  કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ડોક્ટરોએ ઓપરેશન દરમિયાન એક ગાંઠ જોયો હતો , જેના પછી તેમના અંગનું દાન થઇ શક્યું ન હતું .

શહેરની નવી સિવિલ હોસ્પિટલને સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન ( SOTTO ) એ અકસ્માત મોત અને બ્રેઇનડેડ થયેલા દરદીના અંગોનું દાન માટેની મંજૂરી આપી છે. અંગદાન એ જ મહાન દાન કહેવાય છે. સુરતની સરકારી મેડિકલ કોલેજ નવી સિવિલ હોસ્પિટલે અંગ દાન માટે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશનની પરવાનગી માંગી હતી.

ડીન ડો. ઋતંભરા મહેતા, એડિશનલ ડીન ડો.નિમેશ વર્મા,અધિક્ષક ડો. ગણેશ ગોવેકર અને ટીબી ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામાએ આ માટે પત્રવ્યવહાર કર્યો હતો . SOTTO ના કન્વીનર ડો . પ્રાંજલ મોદીએ બુધવારે સુરત મેડિકલ કોલેજને ઓર્ગન હાર્વેસ્ટિંગની મંજૂરી આપી હતી. આ માટે મેડિકલ કોલેજમાં બ્રેઇન ડેડ સર્ટિફિકેશન કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં 21 ડોક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પ્રથમ દિવસે પ્રથમ અંગદાનની પ્રક્રિયા અટકી નવી સિવિલ હોસ્પિટલમાં બુધવારે માંડવી તાલુકામાં રહેતા 51 વર્ષીય વ્યક્તિને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તબીબોએ દર્દીને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. પરિવારે અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ( SOTTO ) ના ફિઝિશિયન ડો . શ્રેયશ અને તેમની ટીમ સુરત આવી હતી અને અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.પરંતુ ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાંથી એક ગઠ્ઠો બહાર આવ્યો, ત્યારબાદ અંગદાનની પ્રક્રિયા અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી. ડોકટરોને શંકા હતી કે તે કેન્સરયુક્ત ગાંઠ નીકળતા અંગદાન થઇ શક્યું ન હતુ.

અંગો સિવિલમાં જ કાઢવામાં આવશે, પણ ડોક્ટર બહારથી આવશે સરકારી મેડિકલ કોલેજના ડિન ના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલ સૌથી મોટું હોસ્પિટલ છે. અહીં અંગદાનની સુવિધા જરૂરી હતી. જેના માટે અમે મંજૂરી માંગી હતી જે મળી ગઈ છે. હાલ ઓપરેશનનું કામ અમારા ડોકટરો નહીં કરશે, પણ ઓપરેશનનો હિસ્સો બનશે. અંગ કાઢવા માટે બહારથી ડોકટરો આવશે.

આ પણ વાંચો :

Surat : પલસાણાની સૌમ્યા ડાઇંગ મિલમાં મોડી રાત્રે આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

લકઝરી બસ દુર્ઘટના : FSL ની ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું, બસની ડેકીમાં રાખેલા જ્વલનશીલે કર્યું આગમાં ઘી નાંખવાનું કામ

g clip-path="url(#clip0_868_265)">