SURAT : પ્રેમ લગ્ન કરનાર મહિલા પ્રોફેસરે કેમ કર્યો આપઘાત ? પોલીસ માટે તપાસનો વિષય

Surat : સુરતમાં રહેતા અને બારડોલી નજીક માલીબા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મહિલા પ્રોફેસરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મહિલાએ આપઘાત કરી લેતા અઢી વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 9:53 AM

Surat : આપઘાતના પ્રમાણમાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. નાની વાતમાં  પણ લોકો આપઘાત કરી લેતા હોય છે. સુરતના બારડોલી નજીક માલીબા કોલેજમાં (Maliba College) પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મહિલાએ(Woman professor) જીવન ટૂંકાવ્યું છે. મહિલાએ અચાનક જ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. હાલ તો આ મામલે અડાજણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં પાલના રાજહંસ પ્લુટોમાં રહેતા ફોરમબેન અંકિતભાઈ બાવેજાએ સોમવારે બપોર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ગળે ફાંસો ખાધાની જાણ થતા તુરંત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.

ફોરમ, માલીબા કોલેજમાં MSCમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને તેની સારવાર પણ ચાલતી હતી. આ મામલે અડાજણ પોલીસે આપઘાતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

અડાજણ પોલીસે જણાવ્યું હતું કે, ફોરમે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા અંકિત સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હાલ એક અઢી વર્ષનો પુત્ર પણ છે. ફોરમબેન મૂળ હરિયાણાના સોનેપતના રહીશ હતા.

નોંધનીય છે કે, ફોરમબેનના પતિ બહાર ગયા હોય ફોરમના માતા ઘરે આવ્યા હતા. ફોરમે અગાઉ પણ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફોરમે માતાને બહાર જવાનું કહેતા માતાને શંકા ગઈ હોય બહાર જવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી આવેશમાં આવીને હાથમાં બ્લેડ વડે નસ કાપી નાખવાની ધમકી આપી હતી.  માતા બહાર ગયા હતા બાદમાં આ પગલું ભરી લીધું હતું.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">