AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દૂધ હડતાળના નામે બેફામ બનેલા અસામાજિક તત્વોએ દૂધની કોથળીઓ તાપીમાં નાખી, જુઓ વીડિયો

Surat : દૂધ હડતાળના નામે બેફામ બનેલા અસામાજિક તત્વોએ દૂધની કોથળીઓ તાપીમાં નાખી, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 9:03 AM
Share

કેટલાક તત્વોએ સુમુલની દૂધવાનને નિશાન બનાવીને વાનને નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ સુમુલ ડેરીની (Sumul dairy) દૂધની ગાડી રોકીને દૂધ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. તો કેટલાક તત્વોએ વાનમાંથી દૂધની કોથળીઓ તાપી નદીમાં ફેકી દીધી હતી.

આજે માલધારીઓએ (Maldhari) દૂધ વિતરણની એક દિવસીય હડતાળ  (Milk strike) રાખી છે . ત્યારે હડતાળના નામે અસામાજિક તત્વો  (Antisocial elements ) બેફામ બન્યા છે અને સુરતમાં સુમૂલ ડેરીની દૂધવાન પર હુમલો થવાની બે ઘટનાઓ સામે આવી છે તેમજ કેટલાક તત્વોએ સુમુલની દૂધવાનને નિશાન બનાવીને વાનને નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ સુમુલ ડેરીની (Sumul dairy) દૂધની ગાડી રોકીને દૂધ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. તો કેટલાક તત્વોએ વાનમાંથી દૂધની કોથળીઓ તાપી નદીમાં ફેકી દીધી હતી.

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં રાજ્યભરના માલધારીએ દૂધ વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે સુરતમાં (Surat) દૂધનું વિતરણ સદંતર બંધ રહેશે તેવી અફવા ફેલાતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ દૂધ ખરીદવા રીતસરની પડાપડી કરી હતી. દુકાનો અને સુમુલ ડેરીના કાઉન્ટરો પર લાંબી લાંબી કતાર લાગી જવા પામી હતી. ત્યારે સુમુલ ડેરી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સુરત શહેર-જિલ્લાના તમામ વિસ્તારોમાં રાબેત મુજબ દૂધનું વેચાણ ચાલુ રહેશે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે દૂધ વેચાણ બંધ હોવાની વાતને ફગાવતા કહ્યું, લોકોને દરેક સેન્ટર પરથી પર્યાપ્ત માત્રામાં દૂધનો જથ્થો મળી રહેશે. બીજી તરફ માલધારી સમાજના ગુરુ કનિરામ બાપુએ પણ માલધારી સમાજ શાંતિપૂર્વક વિરોધ કરવા અપીલ કરી છે.

Published on: Sep 21, 2022 09:00 AM
g clip-path="url(#clip0_868_265)">