Surat: માંગરોળના વાલેસા ગામે ડાયરામાં ફાયરિંગની ઘટના, સામાજિક અગ્રણીએ હવામાં કર્યું બે રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video

Surat: માંગરોળના વાલેસા ગામે ડાયરામાં ફાયરિંગની ઘટના, સામાજિક અગ્રણીએ હવામાં કર્યું બે રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 10:56 PM

સુરતના માંગરોળના એક ગામે ડાયરામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી છે. વાલેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે ડાયરો યોજાયો હતો. જેને લઈ કાર્યવાહી કરાઇ હતી.

Surat: ફરી એકવાર લોકડાયરામાં હવામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ભજનની રમઝટ વચ્ચે ભડાકાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સુરતના માંગરોળના વાલેસા ગામનો છે  કે જ્યાં વાલેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે ડાયરાનું આયોજન કરાયું હતુ. આ ડાયરામાં મોટી નરોલીના સામાજિક અગ્રણીએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. હાલ તો સમગ્ર મામલે કોસંબા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ધંધામાં નુકસાન જતા દુકાનમાં મૂકાવ્યા CCTV, ચોંકાવનારા થયા ખુલાસા, જુઓ Video

માંગરોળના વાલેસા ગામે વાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ નિમિત્તે ડાયરો યોજાયો હતો. જે ડાયરામાં ફાયરિંગની ઘટના બની છે. મોટી નરોલીના સામાજિક અગ્રણીએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. કમલેશ બારોટ સહિત અનેક કલાકારો ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ આ ઘટના અંગે કાર્યવાહી કરી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">