Surat : સરથાણામાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, ફાયર બ્રિગેડની આઠ ગાડી ઘટનાસ્થળે, જુઓ Video
સુરતમાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની છે. સરથાણા ખાતે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર વિભાગની 8 જેટલી ગાડી ઘટના સ્થળે પહોચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સુરત સરથાણામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભંગારના સામાનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સરથાણા પોલીસ સ્ટેશન પાસે ભંગારના ગોડાઉનમાં આગની આ ઘટના બની હતી, જેને લઈ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી અહઠ ધરાઇ હતી. મહત્વનું છે કે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે.
આ પણ વાંચો : વરરાજાને રખડતા શ્વાને ભર્યુ બચકું, પીઠી ચોળેલી હાલતમાં રસી લેવા હોસ્પિટલ પહોંચ્યા, જુઓ Video
એકા એક આ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દોડધામ મચી હતી. ફાયરની આઠ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કામબુમાં લેવાની કામગીર હાથ ધરવામાં આવી હતી. પાણીનો માર એક બાદ એક તમામ ફાયરની ગાડીઓ દ્વારા ચલાવવામાં આવતા અંતે આગ કાબુમાં આવી હતી. મહત્વનું છે કે ભારે જહેમત બાદ આ વિકરાળ આગ કાબુમાં આવી હતી.
ગુજરાત સહિત સુરત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો