સુરત : દિવાળી નિમિતે ડાયમંડ ઉદ્યોગમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર

અહીં ઉલ્લેખનીય છેકે સુરતના લોકો હરવાફરવાના શોખીન છે. અને, તેમાં પણ તહેવારોમાં સુરતમાં રહેતા લોકો મોટાભાગે વતન તરફ પ્રયાણ કરતા હોય છે. ત્યારે દિવાળી વેકેશનને કારણે રત્નકલાકારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. હીરાની મોટા ભાગની પેઢીઓમાં 1 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થશે. શિક્ષણ ક્ષેત્રમાં 21 દિવસના વેકેશનના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, પહેલા આ વેકેશન ઓછું હોવાની સંભાવના હતી, પરંતુ રો-મટિરિયલમાં ભાવવધારાના કારણે અનેક યુનિટો પાસે રો-મટિરિયલની અછત છે. જેના કારણે દિવાળી વેકેશન લંબાવવામાં આવી શકે છે.

નોંધનીય છેકે દિવાળીના પર્વ પર મોટાભાગે હીરાઉદ્યોગમાં વેકેશન આપવામાં આવે છે. પરંતુ, છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે દિવાળી પર્વ પર ગ્રહણ લાગ્યું હતું. અને, હીરાઉદ્યોગને મંદીનો સામનો કરવો પડયો હતો. ત્યારે આ વરસે કોરોના મહામારીમાં રાહતને પગલે લોકોમાં દિવાળીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને, દિવાળી તહેવારને કારણે હીરાઉદ્યોગમાં પણ સારો વેપાર થઇ રહ્યો છે. જેથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે.

અહીં ઉલ્લેખનીય છેકે સુરતના લોકો હરવાફરવાના શોખીન છે. અને, તેમાં પણ તહેવારોમાં સુરતમાં રહેતા લોકો મોટાભાગે વતન તરફ પ્રયાણ કરતા હોય છે. ત્યારે દિવાળી વેકેશનને કારણે રત્નકલાકારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો : અમેરિકામાં 5-11 વર્ષના બાળકો માટે ફાઈઝરની કોરોના રસીને ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી, FDA સમિતિએ આપી સંહમતિ

આ પણ વાંચો : Video: આ વ્યક્તિએ દુધમાં ટૂથ પેસ્ટ નાખીને બનાવી કોફી, આ વિચિત્ર રેસિપી જોઈને તમે પણ માથુ પકડી લેશો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati