AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના સૌથી મોટા પ્રોજેક્ટ Surat Diamond Bourse માટે આવ્યા મોટા સમાચાર, સાંભળો ગોવિંદ ધોળકિયાએ શું કહ્યું..

ગુજરાતના સૌથી મોટા પ્રોજેક્ટ Surat Diamond Bourse માટે આવ્યા મોટા સમાચાર, સાંભળો ગોવિંદ ધોળકિયાએ શું કહ્યું..

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 08, 2024 | 1:15 PM

સુરત ડાયમંડ બુર્સમાં ફરી એક વખત 250 જેટલી ઓફિસો શરૂ કરાઇ છે. અષાઢી બીજના દિવસે ઓફિસો શરૂ કરવામાં આવી. સૌથી મોટો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક સુરત ડાયમંડ બુર્સ છે જેને લઈને ખુશીના સમાચાર આવ્યા છે. ઘણા સમયથી ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ વિવાદમાં હતો. જોકે હવે અહીં 250 જેટલી ઓફિસો શરૂ કરવામાં આવી છે.

સૌથી મોટો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક સુરત ડાયમંડ બુર્સ ફરી ધમધમતું થશે. અષાઢી બીજના દિવસે ફરી એક વખત 250 જેટલી ઓફિસો શરૂ કરાઇ છે. ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પોતાનું મૌન આખરે તોડ્યું છે. સુરત એર કનેક્ટિવિટીને લઇને પણ તેમણે નિવેદન આપ્યું.

સુરત શહેર માટે જે એર કનેક્ટિવિટી છે તેમાં અન્યાય થતો હોવાની પણ વાત કરાઈ હતી. સુરત શહેર જવા ઔદ્યોગિક શહેરમાં એર કનેક્ટિવિટી ખૂબ જ નબળી હોવાની વાત કરી. બ્રસેલ્સની સરખામણી સુરત શહેર સાથે કરતા એર કનેક્ટિવિટીમાં આશ્ચર્યજનક રીતે તફાવત જેવા મળ્યા હોવાની પણ વાત કરી હતી.

તમામ એરલાઈન્સ સુરત તરફ નજર દોડાવે – ગોવિંદ ધોળકિયા

ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે, સુરત સાથે છેલ્લાં 30થી 40 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે. બ્રસેલ્સની વસ્તી માત્ર 20 લાખની દરરોજ 300 ફ્લાઈટ છે. સુરતમાં જ્યારે 40 લાખની વસ્તી હતી ત્યારે એકપણ ફ્લાઈટ ન હતી. સુરતમાં 82 લાખની વસ્તી હોવા છતાં માત્ર 30 ફ્લાઈટ મળી રહી છે. સુરતને રોજની 300 ફ્લાઈટ મળવી જોઇએ એ પ્રકારની વ્યવસ્થા થાય તો સુરતનો વિકાસ ઝડપથી થાય.  વધુમાં ધોળકિયાએ કહ્યું, મારી તમામને વિનંતી છે કે, તમામ એરલાઈન્સ સુરત તરફ નજર દોડાવે અને અહીં વધુમાં વધુ તેઓ ફ્લાઈટ શરૂ કરે.

g clip-path="url(#clip0_868_265)">