Surat : સુવાલી દરિયા કિનારે જેટી પર મળ્યું કરોડોનું ચરસ, પાકિસ્તાનથી ઘુસાડાયુ હોવાની શંકા, જુઓ Video

સુરતમાં ફરી એક વાર ચરસ ઝડપાયો છે. સુરતના સુવાલી દરિયા કિનારે જેટી પર ચરસ મળી આવ્યુ છે. સુરત માંથી રૂપિયા 4.50 કરોડનું 9 કિલો અફઘાની ચરસ મળ્યું છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 25, 2023 | 6:54 AM

Surat : રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. સુરતમાં ફરી એક વાર ચરસ ઝડપાયું છે. સુરતના સુવાલી દરિયા કિનારે જેટી પર ચરસ મળી આવ્યુ છે. સુરતમાંથી રૂપિયા 4.50 કરોડનું 9 કિલો અફઘાની ચરસ મળ્યું છે.

આ પણ વાંચો : Surat Rain : સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રાજ્ય ધોરી માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, જુઓ Video

દરિયામાં માછીમારી કરવા જનાર લોકોની નજર બીનવારસી પોટલા પર પડી હતી. શંકાસ્પદ પોટલા પર અરબી જેવી ભાષમાં કંઈ લખેલુ હતુ. આ ચરસના પોટલાને પાકિસ્તાનથી ઘુસાડાયુ હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટનાની પીસીબી અને એસઓજીએ તપાસ હાથ ધરી છે.

અરબી ભાષામાં અફઘાન પ્રોડક્ટ લખેલું લખાણ મળી આવ્યુ

આ ચરસની કુલ કિંમત 4 કરોડથી પણ વધારે છે. કુલ એક કિલોથી વધુ વજનના 9 જેટલા ચરસના પ્લાસ્ટિકના એરટાઈટ રેપરથી પેક કરેલા પેકિંગમાંથી મળી આવ્યો હતો. જેના ઉપર અફધાનીસ્તાન દેશના થેલા હોવાનું સામે આવી રહ્યું છે. સાથે જ અરબી ભાષામાં અફઘાન પ્રોડક્ટ લખેલું લખાણ પણ મળી આવ્યું છે. FSL દ્વારા આ માદક પદાર્થ હાઈ ક્વોલીટી અફઘાની ચરસ હોવાનું પ્રાથમિક અભિપ્રાય આપ્યુ છે.

સુરત પોલીસે ચરસના જથ્થા અંગે એટીએસને જાણ કરીને તેમજ અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધી આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે હું જયારે એટીએસમાં ફરજ બજાવતો હતો ત્યારે કચ્છના દરિયા કિનારે ક્યારેક માંડવીથી લઈને જખો સુધીના વિસ્તારમાં આ પ્રકારના પેકેટો મળતા હતા જે બીચ પર હાઈટાઈડમાં તરીને આવી જતા હતા. હાલમાં આ ચરસ અંગે ATSને પણ જાણ કરવામાં આવી છે. અને કેન્દ્રીય એજન્સી સાથે પણ સંકલન ચાલુ છે.

આ ચરસનો જથ્થો અહી કેવી રીતે પહોચ્યો તે અંગે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં કોઈ પણ પ્રકારે ડ્રગ્સ ઘુસવા દેવામાં આવશે નહી, નો ડ્રગ્સ ઇન સુરત સીટીની ઝુંબેશ પૂરી તાકાતથી ચાલુ છે. સુરતમાં યુવાધનને ડ્રગ્સના રવાડે ચડતા બચાવવા જે પણ પ્રયસો અને મહેનત કરવાની જરૂર છે તે કરવામાં આવશે.

સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખંભાતના મેળામાં યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યુ !
ખંભાતના મેળામાં યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યુ !
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">