Surat Breaking News : સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન, સુરતમાં છેલ્લા 44 વર્ષથી ચાલે છે આ અનોખી પરંપરા ! જુઓ Video

Surat Breaking News : સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન, સુરતમાં છેલ્લા 44 વર્ષથી ચાલે છે આ અનોખી પરંપરા ! જુઓ Video

| Edited By: | Updated on: Nov 06, 2026 | 1:25 PM

ધનતેરસના પવિત્ર દિવસે સામાન્ય રીતે લોકો સોના-ચાંદી અને રૂપિયાની પૂજા કરતા હોય છે. પરંતુ સુરતમાં એક પરિવાર એવો પણ છે જેની નજરમાં દુનિયાનું સૌથી મોટું ધન એટલે ગૌમાતા છે.

ધનતેરસના પવિત્ર દિવસે સામાન્ય રીતે લોકો સોના-ચાંદી અને રૂપિયાની પૂજા કરતા હોય છે. પરંતુ સુરતમાં એક પરિવાર એવો પણ છે જેની નજરમાં દુનિયાનું સૌથી મોટું ધન એટલે ગૌમાતા છે. સુરતના નીતિન ભજીયાવાલાના પરિવારમાં છેલ્લા 44 વર્ષથી ધનતેરસના દિવસે ગૌપૂજન કરવાની અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ નીતિન ભજીયાવાલાએ પરિવાર સાથે ગૌમાતાનું પૂજન કરી આ પરંપરાને આગળ વધારી છે. પરિવારનું માનવું છે કે સોના-ચાંદી અને રૂપિયા જેવી સંપત્તિ આજે છે અને કાલે નથી, પરંતુ ગૌધન એ ભારતનું સાચું ધન છે. ગાય ખેતીથી લઈને દેશના અન્ન ઉત્પાદન સુધી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

ગૌપૂજન દ્વારા સમાજને ગૌમાતાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ

પરિવારના મતે દેશની શાંતિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા ગાય તથા ખેતી સાથે જોડાયેલી છે. તેથી દરેક વ્યક્તિએ ગાય અને ખેતીનું જતન કરવું જોઈએ. વર્ષોથી આ પરિવાર ગૌપૂજન દ્વારા સમાજને ગૌમાતાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. માત્ર ધનતેરસ જ નહીં, પરંતુ લાભ પાંચમના દિવસે પણ પરિવાર પોતાના ખેતરમાં દરેક વૃક્ષ નીચે દીવા પ્રગટાવીને અનોખી પરંપરા નિભાવે છે. આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પ્રકૃતિપ્રેમ અને ગૌસેવાનો સુંદર સંદેશ પણ આપે છે.

આ પણ વાંચો, Surat Breaking News : ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો, ભાવ ઘટાડાથી ખરીદદારોમાં ઉત્સાહ ! જુઓ Video

 

Follow Us
Loading...
Unable to load recommendations.