Surat : સુરતમાં સતત ચોથા દિવસે જાહેરમાં હત્યાની ઘટના, ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા
સુરતમાં સતત ચોથા દિવસે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં યુવક પર ચપ્પુના ઉપરા-છાપરી ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી. જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
સુરતમાં(Surat) ગ્રીષ્મા વેકરીયાની(Grishma Vekariya) હત્યા બાદ શહેરના કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે. તેવા સમયે સુરતમાં સતત ચોથા દિવસે હત્યાની(Murder) ઘટના સામે આવી છે. જેમાં શહેરના ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં યુવક પર ચપ્પુના ઉપરા-છાપરી ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી. જો કે પોલીસે આરોપીની તો ધરપકડ તો કરી લીધી છે. આ મારામારીના એક ગુનામાં પોતાના સાળાને જેલમાંથી જામીન પર મુક્ત કરાવનાર જુનેદ પર ગત રવિવારે કારમાં આવેલા ઇસમોએ હુમલો કર્યો હતો અને ચપ્પુના ઘા ઝીંકી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા . જયારે જાહેર બ્રિજ પર બનેલી આ હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
જો કે પોલીસે ગણતરીના સમયના ગુનેગારોને ઝડપી લીધા હતા પરંતુ લોકોના આ રીતે જાહેરમાં થઇ રહેલી હત્યાને લઇને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે સુરતના પાસોદરાના ગ્રીષ્મા હત્યાકાંડથી સમગ્ર ગુજરાત સમસમી ઉઠ્યું છે. મૃતક યુવતી ગ્રીષ્માની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી. બીજી તરફ આ હત્યાકાંડને લઈને હવે સામાજીક સંસ્થાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી. જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી. મૃતક યુવતી ગ્રીષ્માની આજે અંતિમ વિધિ કરવામાં આવી હતી. માતા પિતા અને આખો સમાજ ચોધાર આંસુએ વિદાય આપી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં સુનાવણી પૂર્ણ, વિશેષ અદાલત 18 ફેબ્રુઆરીએ સજાનું એલાન કરશે
આ પણ વાંચો : ગુજરાતની નવી IT/ITeS પોલિસી 2022-27 હેઠળ પ્રથમ એમઓયુ, 2000 રોજગારીનું સર્જન થશે
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
