અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં સુનાવણી પૂર્ણ, વિશેષ અદાલત 18 ફેબ્રુઆરીએ સજાનું એલાન કરશે

વિશેષ અદાલતે દોષિતોનો અને બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો, પ્રોસિક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરાઈ હતી જ્યારે બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માગણી કરાઈ હતી

અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં સુનાવણી પૂર્ણ, વિશેષ અદાલત 18 ફેબ્રુઆરીએ સજાનું એલાન કરશે
અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં સુનાવણી પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ વિશેષ અદાલત સજાનું એલાન કરશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 3:37 PM

વર્ષ 2008માં અમદાવાદ (Ahmedabad) માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે આજે તમામ પક્ષે સુનાવણી (hearing)  પૂર્ણ થઇ હતી. વિશેષ અદાલત (special court) એ દોષિતોનો અને બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. પ્રોસિક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરાઈ હતી જ્યારે બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માગણી કરાઈ હતી. હવે 18 ફેબ્રુઆરીના રોજ વિશેષ અદાલત આ કેસમાં સજાનું એલાન કરશે.

2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ (Ahmedabad serial blast case) માં 9 ફેબ્રુઆરીએ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. દોષીતોને સજા સંભળાવતા પહેલાં વિશેષ અદાલત દોષીતોના વકીલોનો પક્ષ સાંભળશે અને આજની સુનાવણી બાદ વિશેષ અદાલત દોષિતોની સજાના એલાનની તારીખ જાહેર કરી શકે છે.

આ કેસમાં સ્પેશ્યલ કોર્ટમાં 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીને કોર્ટમાં લાવી દેવામા આવ્યા બાદ બંને પક્ષે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માગ કરી હતી, જેની સામે કોર્ટે કહ્યું કે એવી કઇ જોગવાઈ છે એ બતાવો. બચાવ પક્ષે રજુઆત કરી હતી કે દોષીતોને સુધારાનો અવકાશ આપવામાં આવે. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવામાં આવે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

બ્લાસ્ટ કેસમાં તપાસ પર નજર કરીએ તો એક પછી એક 99 આતંકીઓની ઓળખ થઈ હતી. જેમાંથી 82 આરોપીની ધરપકડ કરવામાં આવી. જ્યારે 3 આતંકી પાકિસ્તાન ફરાર થવામાં સફળ રહ્યાં હતા. તો 3 આતંકી દેશની અલગ અલગ જેલમાં સજા કાપી રહ્યા છે. આ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ 13 વર્ષ સુધી કોર્ટ કાર્યવાહી ચાલી. જેમાં 1 હજાર 163 લોકોની જુબાની લેવાઈ અને 6000 જેટલા દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરાયા. તો 9 હજાર 800 પાનાની એક એવી 521 ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 9 ફેબ્રુઆરીએ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં 26 જુલાઇ 2008ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 56 લોકોનાં મૃત્યુ થયા અને 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં.

સામે પ્રોસિક્યુશ દ્વારા રજુઆત કરાઈ કે દોષીતોએ જઘન્ય અપરાધ કર્યો છે. તેને મહત્તમ સજા થવી જોઈએ, પ્રોસિક્યુશ દ્વારા રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો હતો. પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી કે વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. પ્રોસિક્યુશને રજુઆત કરી કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.

કોર્ટે કહ્યું કે બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. જયપુર, બેંગલુરું, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ પર આજે સાંજ સુધીમાં મોકલી આપવા કોર્ટે નિર્દેશ આપ્યા છે આ સાથે 11 તારીખે સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે એવું મૌખિક અવલોકન કર્યું હતું.

 

આ પણ વાંચોઃ Ahmedabad : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના વધુ ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

આ પણ વાંચોઃ Ahmedabad: GTU દ્વારા ઇનોવેશન સંકુલ એવોર્ડ સમારંભ યોજાયો, 22 વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">