સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

| Edited By: | Updated on: Dec 18, 2025 | 7:27 PM

સુરતમા PI પી.એચ. જાડેજા અને એક વકીલની ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ફરિયાદીના કેસમાં કાયદાની કડક કલમો ન લગાડવા માટે PI દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી.

સુરત જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરતા કિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI પી.એચ. જાડેજાને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. આ કેસમાં એક વકીલની પણ ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, ફરિયાદમાં ગંભીર કલમો ન ઉમેરવા માટે PI દ્વારા કુલ ₹3 લાખની લાંચની માંગ કરવામાં આવી હતી. જેમાં વકીલ મધ્યસ્થ તરીકે કામ કરી રહ્યો હોવાનો આરોપ છે. આ બાબતે પીડિત વ્યક્તિએ અમદાવાદ ACBનો સંપર્ક કર્યો હતો, જેના આધારે ACBની ટીમે છટકુ ગોઠવી કાર્યવાહી કરી.

ACBની ટીમે યોજના મુજબ લાંચની રકમ આપતી વખતે PI અને વકીલને પકડી પાડ્યા હતા. ધરપકડ બાદ બંને સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે. આ ઘટના ફરી એકવાર પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર સામે સખત કાર્યવાહીનો સંદેશ આપે છે. હાલ ACB દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે કે આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં.

VB-G RAM G યોજના આવી, શું હવે મનરેગા બંધ થશે? જાણો સંપૂર્ણ વિગતો, વાંચવા માટે અહીં ક્લિક કરો