AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતઃ કીમમાં લાકડાના ગોડાઉનમાં આગ લગતા દોડધામ મચી, જુઓ વીડિયો

સુરતઃ કીમમાં લાકડાના ગોડાઉનમાં આગ લગતા દોડધામ મચી, જુઓ વીડિયો

Baldev Suthar
| Edited By: | Updated on: Mar 26, 2024 | 11:23 AM
Share

સુરતઃ કીમ નજીક બોરસરા પાટિયા પાસે ભીષણ આગ લગતા દોડધામ મચી ગઈ હતી. લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લગતા તેણે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 

સુરતઃ કીમ નજીક બોરસરા પાટિયા પાસે ભીષણ આગ લગતા દોડધામ મચી ગઈ હતી. લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લગતા તેણે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ગોડાઉન નજીક કચરો સળગાવતા લાકડાના ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી. આગ પ્રસરતા લાકડાનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવ્યો હતો. આગ બુઝાવવા ગોડાઉન સંચાલક અને તેના કર્મચારીઓ દ્વારા પ્રયાસ  આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો.

માલ સામાન બચાવવા સ્થાનિક લોકોની મથામણ નજરે પડતી હતી. આગમાં માલસામાનની ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી.

Input Credit : – Mehul Bhokalva, Olpad

આ પણ વાંચો : Gold Silver Price Today : શું હાલમાં સોના-ચાંદીમાં રોકાણ કરવાનો ઉચિત સમય છે? જાણો લેટેસ્ટ રેટ અને નિષ્ણાંતનું અનુમાન

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 26, 2024 11:22 AM
g clip-path="url(#clip0_868_265)">