AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price Today : શું હાલમાં સોના-ચાંદીમાં રોકાણ કરવાનો ઉચિત સમય છે? જાણો લેટેસ્ટ રેટ અને નિષ્ણાંતનું અનુમાન

Gold Silver Price Today on 26th March 2024 : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલેકે MCX પર એપ્રિલ 2024 શ્રેણીમાં ડિલિવરી માટેનું સોનું રૂપિયા 66,057.00 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. ચાંદીની વાત કરીએતો આ ધાતુમાં આજે  74,829.00 રૂપિયા પર કારોબારની શરૂઆત થઇ હતી 

Gold Silver Price Today : શું હાલમાં સોના-ચાંદીમાં રોકાણ કરવાનો ઉચિત સમય છે? જાણો લેટેસ્ટ રેટ અને નિષ્ણાંતનું અનુમાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2024 | 10:37 AM
Share

Gold Silver Price Today on 26th March 2024 : આજે મંગળવારે વાયદા બજારમાં સોનાની કિંમતમાં નરમાશ જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલેકે MCX પર એપ્રિલ 2024 શ્રેણીમાં ડિલિવરી માટેનું સોનું રૂપિયા 66,057.00 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. અગાઉના સત્રમાં એપ્રિલ કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 66189.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.ચાંદીની વાત કરીએતો આ ધાતુમાં આજે  74,829.00 રૂપિયા પર કારોબારની શરૂઆત થઇ હતી.

એ જ રીતે MCX પર, મે 2024માં ડિલિવરી માટે ચાંદી રૂ. 271 એટલે કે .36 ટકાના ઘટાડા સાથે રૂ. 74810.00 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. પાછલા સત્રમાં મે કોન્ટ્રાક્ટ ચાંદીની કિંમત 75081.00 રૂપિયા પ્રતિ કિલો હતી.

જુલાઈ 2024 સિરીઝમાં ડિલિવરી માટે ચાંદી રૂ. 216 એટલે કે .34 ટકાના ઘટાડા સાથે રૂ. 76227.00 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. પાછલા સત્રમાં જુલાઈ કોન્ટ્રાક્ટ માટે ચાંદીની કિંમત 76488.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ

કોમેક્સ પર, ફેબ્રુઆરી 2024માં ડિલિવરી માટેનું સોનું 0.27 ટકાના ઘટાડા સાથે $2,170.60 પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે, કોમેક્સ પર ચાંદી 0.33 ટકાના ઘટાડા સાથે 24.810 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર કરી રહી છે.

એક નજર સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD     :  65940.00 -82.00 (-0.12%) – સવારે  10: 21 વાગે
MCX SILVER  : 74725.00 -198.00 (-0.26%) – સવારે  10: 21 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 68351
Rajkot 68371
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 67640
Mumbai 66710
Delhi 66860
Kolkata 66710
(Source : goodreturns)

સોનુ 70હજારના સ્તરે જોવા મળશે?

હોળી પહેલા સોનામાં મોટી છલાંગ લાગી છે. MCX પર સોનું રેકોર્ડ સ્તરની નજીક છે. MCX પર રેકોર્ડ બનાવ્યો હતો. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. વૈશ્વિક બજારમાં $2,220 થી ઉપરનો રેકોર્ડ બનાવ્યો હતો. સોનાએ જોશથી  હરિયાળી બતાવી છે. વિશ્વભરના બજારોમાં સોનાના ભાવની ચર્ચાએ જોર પકડ્યું છે.

IBJA સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે સોનાના ભાવમાં આ વધારો વર્ષ 2024માં પણ ચાલુ રહેવાનો છે. 21 માર્ચે સ્થાનિક બજારમાં સોનું રૂ. 66,900 પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયું હતું. સોનાના ભાવમાં તેજી 2024 સુધી ચાલશે. ગોલ્ડ માર્કેટમાં ઘણી ઉથલપાથલ જોવા મળી શકે છે. 2024માં રોકાણકારો અને ગ્રાહકોને ચાંદી મળવાની છે. મહેતાએ જણાવ્યું હતું કે નવા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળી શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">