AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેન મારફતે કેશ સપ્લાય કરવા કરી માગ, જુઓ-Video

Breaking News: સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેન મારફતે કેશ સપ્લાય કરવા કરી માગ, જુઓ-Video

| Updated on: Mar 31, 2026 | 3:07 PM
Share

સુરતની અનેક બેંકમાં રોકડની અછતને પહોંચી વળવા માટે સુરતની એક બેંક એ મેરઠથી વિમાન મારફતે રોકડ મંગાવવાની ફરજ પડી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

સુરત શહેરની અનેક બેંકોમાં છેલ્લા એક મહિનાથી રોકડની ગંભીર અછત સર્જાઈ છે. ખાસ કરીને છેલ્લા 10 થી 15 દિવસમાં સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે, જેના કારણે ગ્રાહકોને રોકડ ઉપાડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાનગી ક્ષેત્રની બેંક સાથેના સંબંધોના આધારે થોડા સમય રોકડની જરૂરિયાત પૂરી કરાઈ હતી, પરંતુ હવે તે વ્યવસ્થા પણ અસફળ સાબિત થઈ રહી છે. જે બાદ મેરઠથી પ્લેનમાં કેશ મોકલવાની માંગ કરી છે

સુરતની અનેક બેંકમાં રોકડની અછત

સુરતની અનેક બેંકમાં રોકડની અછતને પહોંચી વળવા માટે મેરઠથી વિમાન મારફતે રોકડ સપ્લાય કરવાની માગ કરી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. સાઉથ ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક એસોસિએશને RBIને પત્ર લખીને તાત્કાલિક રોકડ સપ્લાય વધારવાની માગ કરી છે, જેથી બેન્કિંગ કામગીરીમાં સરળતા આવી શકે.

પ્લેન મારફતે મેરઠથી રોકડ મંગાવાયા

રોકડની અછત પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, જેમાં વર્તમાન યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ, પાંચ રાજ્યોમાં ચૂંટણી અને માર્ચ એન્ડિંગનો સમયગાળો સમાવેશ થાય છે. આ તમામ કારણોસર રોકડની માંગમાં અચાનક વધારો થયો છે, જ્યારે સપ્લાય તે મુજબ નથી વધ્યો. આ કારણે સુરતની બેંકમાં રોકડ જ નથી. ત્યારે સુરતની બેંકને મેરઠથી રોકડા મંગાવવાની જરુર પડી છે.

આ સ્થિતિના કારણે સહકારી બેન્કિંગ પ્રત્યે જનવિશ્વાસ પર અસર પડી રહી છે અને બેન્કોની દૈનિક કામગીરીમાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

વેપાર-ધંધા પર તેની અસર

રોકડની અછતની સિધી અસર વેપાર-ઉદ્યોગ અને દૈનિક નાણાકીય વ્યવહારો પર પડી રહી છે. ખાસ કરીને નાના વેપારીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેનાર લોકો માટે રોકડની અછત વધુ મુશ્કેલી ઉભી કરી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઈ અને સંબંધિત તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરીને રોકડની પુરવઠા સુનિશ્ચિત કરવાની તાતી જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News: ખાદ્યતેલના ભાવમાં વધારો ! કપાસ તેલ 20 રુપિયા, તો સિંગતેલ 10 રુપિયા મોંઘુ થયું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">