વડોદરા શહેરમાં પણ જાહેરમાં થૂંકનાર લોકો સામે કાર્યવાહી થઈ શકે છે. જાહેરમાં થૂંકનાર લોકો સામે સખત કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન વિચારણા કરી રહી છે. સુરત મહાનગર પાલિકાની જાહેરમાં થૂંકનાર સામે દંડનીય કાર્યવાહી બાદ વડોદરા કોર્પોરેશન પણ આ અંગે વિચારણા કરી રહી છે.
આ અંગે મેયર નિલેશ રાઠોડે કહ્યું કે શહેરને સ્વચ્છ બનાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. તો સાથે તમામ અધિકારીઓને સ્વચ્છતા અંગે સુચના પણ આપવામાં આવી છે.
સામાન્ય રીતે માનવોમાં ત્રણ પ્રકાર હોય છે. સ્ત્રી, પુરુષ અને ન્યાનતર, પરંતુ એક ચોથો વર્ગ પણ છે. જેને કહેવાય છે થૂંકબાજ. આ વર્ગ એટલો મોટો છે કે, દરેક શહેરમાં, દરેક ગામમાં, દરેક ગલીએ મળી જશે. આ થૂંકબાજો એવા તો બિંદાસ્ત હોય છે કે, તેમના ઘરને બાકાત રાખી તમામ જગ્યાને પોતાની જાગીર સમજે છે અને થૂંકવા લાગે છે. હવે આ થૂંકબાજોની ખેર નથી કારણ કે તમારી આ હરકતને કેમેરામાં કેદ કરીને દંડ વસૂલ કરવા તમારા ઘરે પહોંચી જશે કોર્પોરેશન.સુરત મહાનગરપાલિકાએ આ ઉમદા પહેલ શરૂ કરી છે.