Gujarati Video : રાજ્યના 53 તાલુકાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ, ભુજમાં 2 ઈંચ અને પાટણમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો. જેમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ, તો ક્યાંક હળવા ઝાપટાં જોવા મળ્યા છે. તેમજ ક્યાંય ધોધમાર વરસાદ જોવા મળ્યો તો કેટલાક એવા પણ વિસ્તારો હતા જ્યાં કરાં પડ્યા. ચોમાસામાં પણ કોરાધા કોર રહેતા કચ્છમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 11:34 PM

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો. જેમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ, તો ક્યાંક હળવા ઝાપટાં જોવા મળ્યા છે. તેમજ ક્યાંય ધોધમાર વરસાદ જોવા મળ્યો તો કેટલાક એવા પણ વિસ્તારો હતા જ્યાં કરાં પડ્યા. ચોમાસામાં પણ કોરાધા કોર રહેતા કચ્છમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. અહીં રાપરમાં કરાં પણ પડ્યા હતા. તો કરાં દેવભૂમિદ્વારકા જિલ્લામાં પણ જોવા મળ્યા હતા.

પાટણમાં એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં પાટણમાં બદલાયેલ હવામાનના લીધે કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે. જેમાં પાટણમાં એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે સમગ્ર પાટણમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તેમજ પાટણમાં પડેલા ભારે વરસાદના પગલે શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં ધોધમાર વરસાદથી BM સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેના પગલે નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમજ ટ્રેકટર અને પાલિકાના વાહનો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં 208  બાળકો અને ફસાયેલા વાલીઓનું રેસ્ક્યૂ કરાયું છે.

ભારે પવન સાથે વીજળીના કડાકા થયા અને વરસાદ પડ્યો

જ્યારે સુરેન્દ્રનગરના પણ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વીજળીના કડાકા થયા અને વરસાદ પડ્યો. ખંભાળિયાના કેટલાક ગામોમાં કરાં પડ્યા હતા. અમરેલીમાં પણ વરસાદ થયો તો રાજકોટમાં પણ વરસાદ થયો હતો. બનાસકાંઠામાં વરસાદ થયો અને કરાં પડ્યા હતા.. આ તરફ ભરૂચમાં કેટલાક વિસ્તારો તો પાટણના નાના રણ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો

ગુજરાતમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એ પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદ

આગાહી અનુસાર ગઈકાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. તો ક્યાંક કરા પણ પડ્યા હતા. અરવલ્લી અને મોડાસા પંથકમાં કરા પડ્યા હતા. વણિયાદમાં રસ્તા પર કરાની સફેદ ચાદર છવાતા કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ  વાંચો : ગુજરાતમાં કોરોનાએ ગતિ પકડી, નવા 179 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 655

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">