Gir Somnath: વિશ્વવિખ્યાત તાલાલા ગીરની કેસર કેરી પરથી ટળી માવઠાની ઘાત, કેરી રસિકો માણી શકશે કેસરનો સ્વાદ

Gir Somnath: વિશ્વવિખ્યાત તાલાલા ગીરની કેસર કેરી પરથી માવઠાની ઘાત ટળી છે. હવે જો કોઈ માવઠારૂપી વિઘ્ન ન આવે તો ચારેક માસ મીઠી મધૂરી કેસર કેરીનો સ્વાદ કેરી રસીકો માણી શકશે. હાલ રાજ્યભરમાં કમોસમી વરસાદની માવઠાની આગાહી વચ્ચે કેરીના પાકનો બચાવ થયો છે.

Gir Somnath: વિશ્વવિખ્યાત તાલાલા ગીરની કેસર કેરી પરથી ટળી માવઠાની ઘાત, કેરી રસિકો માણી શકશે કેસરનો સ્વાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 2:15 PM

સમગ્ર રાજ્યભરમાં માવઠાની આગાહી વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનો આબાદ બચાવ થયો છે. કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથક માં કમોસમી માવઠાની અસર ન થતાં કેસર કેરીના બગીચાઓ ધરાવનારાઓમાં આનંદ છવાયો છે. જો કે ખેડૂતો ઈશ્વરને એવી પણ પ્રાર્થના કરી રહ્યા છે કે જો હવે પછી કમોસમી વરસાદ ન આવે તો કેરીના પાકને કોઈ જોખમ નથી અને કેરી રસિકો 4 મહિના મીઠી મધુરી કેસર કેરીને સ્વાદ માણી શકશે.

હવામાન વિભાગે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમા સૌરાષ્ટ્ર પંથકનો પણ સમાવેશ થાય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી માવઠાની આગાહી કરાઈ હતી. પરંતુ તેમાં ગીર ગઢડા અને જંગલ બોર્ડરના વિસ્તારો માવઠાની અસર દેખાઈ છે. ગીરગઢડામાં કરા સાથે વરસાદ પણ પડ્યો હતો.

તે સિવાય કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં આ માવઠાની કોઈ અસર જોવા મળી ન હતી. જેના કારણે કેરી પકવતા ખેડૂતોના માથેથી જાણે મોટી ઘાત ગઈ હોય તેવુ માની રહ્યા છે. આ વર્ષે ત્રણ તબક્કામાં ફ્લાવરિંગ પ્રક્રિયા થતા જો હજુ પણ માવઠું ન આવે તો ચોમાસા સુધી કેસર કેરી લોકોને ખાવા મળશે અને તે પણ વ્યાજબી ભાવે ખરીદી શકશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ગત વર્ષ કરતા આ વર્ષે આંબા પર બમ્પર ફ્લાવરિંગ

પ્રતિ વર્ષ કરતા આ વર્ષે ભારે માત્રામાં ફ્લાવરિંગ આવ્યું છે જેમાં ત્રણ તબક્કામાં કેરીનો પાક જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાની કેરી બજારમાં પહોંચી ચૂકી છે. બીજા તબક્કામાં હજુ નાની ખાખડીઓ આંબાના ઝાડ પર છે. તો ત્રીજા તબક્કામાં નાની મગ જેવડી એટલે મગ્યો ફ્લાવરિંગ જોવા મળે છે. જેના કારણે કેસર કેરીને જો કોઈ માવઠાનું વિઘ્ન કે રોગ ન આવે તો લાંબો સમય સુધી લોકો સસ્તા ભાવે મધુરી કેસરનો સ્વાદ માણી શકશે.

વરસાદનું વિઘ્ન ન નડે તો ચાર મહિના સુધી માણી શકાશે કેસરનો સ્વાદ

કેરીની ખેતી કરનાર નિષ્ણાંત ખેડૂતોની વાત માનીએ તો કેરીનો પ્રથમ તબક્કામાં ખાવા લાયક એક માસમાં સારી કેરી બજારમાં જોવા મળશે. જ્યારે ચોમાસામાં અંતિમ તબક્કાની કેસર કેરી બજારમાં જોવા મળે તો નવાઈ રહેશે નહીં. આમ કેસર કેરી જે માત્ર બે અઢી માસ ખાવા મળતી એ કેસર કેરી આ વખતે જો કોઈ વિઘ્ન નહીં આવે તો ચારેક માસ સુધી લોકો માણી શકશે.

ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોશી- ગીરસોમનાથ

આ પણ વાંચો: Gujarati video: જૂનાગઢના વંથલીમાં કમોસમી વરસાદ, કેસર કેરીના પાક અંગે ખેડૂતો ચિંતામાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">